NewsClick ED Case Delhi High Court 2026: દિલ્હી હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતાં પ્રખ્યાત મીડિયા વેબસાઇટ ‘ન્યૂઝક્લિક’ (NewsClick) અને તેના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને બહુ મોટી રાહત આપી છે. અદાલતે કેન્દ્રીય તપાસ એજન્સી ED અને દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) બંનેને સખત ફટકાર લગાવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું છે કે, આ મામલામાં ન્યૂઝક્લિક અને પ્રબીર પુરકાયસ્થ સામે ખોટી ફરિયાદો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી, જે વાસ્તવમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વને દબાવવા માટે સત્તાનો ઘોર દુરુપયોગ હતો.
9.59 કરોડના FDI નો કેસ અને બંને FIR રદ
દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ નીના બંસલ ક્રિશ્નને ન્યૂઝક્લિક (NewsClick) સામે આર્થિક ગુના શાખા દ્વારા નોંધાયેલી FIR અને ED દ્વારા શરૂ કરાયેલો મની લોન્ડરિંગનો કેસ (ECIR) બંનેને સંપૂર્ણપણે રદ કરી દીધા છે:
શું હતો આરોપ? માહિતી અને પ્રસારણ મંત્રાલયની ફરિયાદના આધારે એવો આરોપ હતો કે, કંપનીએ નાણાકીય વર્ષ 2018-19 માં અમેરિકાની ‘વર્લ્ડવાઇડ મીડિયા હોલ્ડિંગ્સ’ કંપની પાસેથી 9.59 કરોડ રૂપિયાનું વિદેશી સીધું રોકાણ (FDI) મેળવ્યું હતું, જેમાં કાયદાનું ઉલ્લંઘન થયું હતું.
ન્યૂઝક્લિકની દલીલ: ન્યૂઝક્લિક (NewsClick) તરફથી કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, જ્યારે આ ફંડ મેળવવામાં આવ્યું ત્યારે ડિજિટલ ન્યૂઝ મીડિયા પર આવા FDI મેળવવા અંગે કોઈ જ સરકારી પ્રતિબંધ નહોતો, જે વાત ખુદ સરકારે પણ સ્વીકારી છે.
ED એ ખરાબ ઈરાદાથી કરી કાર્યવાહી(NewsClick)
હાઇકોર્ટે ન્યૂઝક્લિકની દલીલોને માન્ય રાખતાં નોંધ્યું કે, કંપનીએ પત્રકારોને (NewsClick) વધુ પગાર આપ્યો હોય કે કન્સલ્ટન્સી ફી પાછળ ખર્ચ કર્યો હોય, તો પણ તેને ગેરકાયદેસર કે મની લોન્ડરિંગ ન ગણી શકાય. ED એ ફેબ્રુઆરી 2021 માં ન્યૂઝક્લિકની ઓફિસો પર દરોડા પાડીને બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા હતા અને કેટલાક પત્રકારોની અટકાયત પણ કરી હતી.
હવે તમામ આરોપો ખોટા સાબિત થતાં કોર્ટે ન્યૂઝક્લિકને ક્લીનચિટ આપી છે. જોકે, ED ના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ હાઇકોર્ટના આ ચુકાદાને પડકારવા ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે.
આ પણ વાંચો: પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘર પર EDના દરોડા, સમર્થકોએ અધિકારીઓને ઘેરીને કર્યો પથ્થરમારો
આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદના ‘રાઈટ હેન્ડ’ સલીમ ડોલા પર EDના મોટા દરોડા
આ પણ વાંચો: FEMA કેસમાં Myntraને મોટી રાહત, RBIએ EDની NOC બાદ મામલો કર્યો બંધ
