Pinarayi Vijayan ED Case Updates: કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા પિનરાઈ વિજયન તેમજ તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા કરવામાં આવેલા દરોડાને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કન્નૂર અને તિરુવનંતપુરમ સ્થિત પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર જ્યારે ઇડીની કાર્યવાહી પૂર્ણ થઈ, ત્યારે ત્યાં હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
અધિકારીઓને સમર્થકોએ ઘેરી લીધા
દરોડા પૂરા કરીને બહાર નીકળી રહેલા ઇડીના અધિકારીઓને સીપીઆઈ(એમ) (CPI(M))ના રોષે ભરાયેલા કાર્યકરો અને સમર્થકોએ ગેટ પર જ રોકી લીધા હતા. કાર્યકરોએ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરીને પથ્થરમારો(Pinarayi Vijayan) કર્યો હતો, જેના કારણે વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બન્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓએ માંડ-માંડ કાર્યકરોને શાંત પાડીને ઇડીના અધિકારીઓને ત્યાંથી બહાર કાઢ્યા હતા.
ED હવે RSS-BJPની રાજકીય મશીનરી: CPIM
આ મોટી કાર્યવાહી અંગે સીપીઆઈ(એમ) ના મહાસચિવ એમ.એ. બેબીએ કેન્દ્ર સરકાર(Pinarayi Vijayan) અને ઇડી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ દરોડાને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવ્યા છે. એમ.એ. બેબીએ આક્ષેપ કર્યો કે, “આ ભાજપ-આરએસએસની રાજકીય રણનીતિનો એક ભાગ છે, જેનો ઉપયોગ વિપક્ષનો અવાજ દબાવવા અને નેતાઓને ડરાવવા માટે થઈ રહ્યો છે. આપણે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પણ જોયું છે કે મોટા રાજકીય નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ(Pinarayi Vijayan) સામે મનઘડંત આરોપો લગાવીને ધરપકડ કરાઈ છે. ઇડી હવે સ્વતંત્ર એજન્સી નથી રહી પણ સત્તાધારી પક્ષનું હથિયાર બની ગઈ છે.”
શું છે સમગ્ર મામલો? શા માટે પડ્યા દરોડા?
આ વિવાદ કથિત મની લોન્ડ્રિંગ (નાણાકીય હેરાફેરી) અને ગેરકાયદેસર ચૂકવણીઓ સાથે જોડાયેલો છે. વર્ષ 2017 માં પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની આઈટી કંપની ‘એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ (ESPL) અને કોચ્ચિ સ્થિત ખાનગી કંપની ‘કોચ્ચિ મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ’ (CMRL) વચ્ચે સોફ્ટવેર અને માર્કેટિંગ સેવાઓ માટે એક કરાર થયો હતો.
આરોપ છે કે 2018-19 થી શરૂ કરીને ત્રણ વર્ષ સુધી એક્સાલોજિક કંપનીએ CMRL પાસેથી કોઈ પણ પ્રકારની સેવાઓ આપ્યા વિના ગેરકાયદેસર ચૂકવણી તરીકે કરોડો રૂપિયા મેળવ્યા હતા. ખાસ વાત એ છે કે જે ખાનગી કંપની પર શંકાસ્પદ વ્યવહારોનો આરોપ છે, તેમાં કેરલમ રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ (KSIDC) નામની સરકારી સંસ્થાની 13.4% હિસ્સેદારી છે.
ED CAR ATTACKED BY CPI(M) WORKERSIN KERALA
CPI(M) workers attack a vehicle carrying ED officials in Thiruvananthapuram during protests against the agency’s searches in the CMRL case
ED conducted raids at 10 locations across Kerala, including premises linked to former… pic.twitter.com/aV9y3qCAnC
— Nabila Jamal (@nabilajamal_) May 27, 2026
તપાસનો ઇતિહાસ: ક્યારે શું થયું?(Pinarayi Vijayan)
વર્ષ 2019: આ કથિત નાણાકીય ગેરરીતિનો ખુલાસો સૌથી પહેલા ત્યારે થયો, જ્યારે આવકવેરા (IT) વિભાગે CMRL ના પરિસરો પર દરોડા પાડ્યા હતા અને તપાસ રિપોર્ટમાં આ શંકાસ્પદ ચૂકવણીઓનો ઉલ્લેખ કર્યો હતો.
જાન્યુઆરી 2024: વિવાદ વધતાં કેન્દ્ર સરકાર આ મામલાની ગંભીરતા જોઈને SFIO (Serious Fraud Investigation Office) ને તપાસના આદેશ આપ્યા હતા.
માર્ચ 2024: આઈટી વિભાગ અને SFIO ના અહેવાલોના આધારે પ્રવર્તન નિદેશાલય (ED) એ મની લોન્ડ્રિંગનો નવો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
એપ્રિલ 2025: SFIO દ્વારા કોર્ટમાં આ મામલે સત્તાવાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ ચાર્જશીટ અને મની લોન્ડ્રિંગના કેસને આધાર બનાવીને જ ઇડીએ આખરે પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન(Pinarayi Vijayan) અને તેમની પુત્રીના 10 સ્થળો પર આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેને પગલે કેરલમમાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.
આ પણ વાંચો:કેબિનેટમાં ત્રણ મોટા નિર્ણયો: ‘કેરલમ’ નામ મંજુર, શ્રીનગર એરપોર્ટ અને અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી
આ પણ વાંચો:કેબિનેટમાં ત્રણ મોટા નિર્ણયો: ‘કેરલમ’ નામ મંજુર, શ્રીનગર એરપોર્ટ અને અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી
આ પણ વાંચો:કેબિનેટમાં ત્રણ મોટા નિર્ણયો: ‘કેરલમ’ નામ મંજુર, શ્રીનગર એરપોર્ટ અને અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી

