Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ ફ્લેટ કે ઓફિસ બુક કરતા પહેલાં ચેક કરો RERA! GIFT Cityના પ્રોજેક્ટ સામે મોટી કાર્યવાહી

Gujarat RERA Action: 312માંથી 311 યુનિટ બુક થઈ ગયા, પરંતુ પ્રોજેક્ટ હજુ અધૂરો છે! GIFT Cityના WTC GIFT Tower-C સામે Gujarat RERAએ કડક કાર્યવાહી કરતાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને નવી બુકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

August 19, 2026Jaymin Dhiman
Gujarat Gandhinagar Top Stories
Gujarat RERA Action: 311 યુનિટ બુક, પ્રોજેક્ટ અધૂરો! WTC GIFT Tower-C સામે RERAનું કડક એક્શન

Gandhinagar News: ગાંધીનગરના GIFT Cityમાં નિર્માણાધીન WTC GIFT Tower-C પ્રોજેક્ટ સામે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Gujarat RERA Action) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં લાંબો વિલંબ, રોકાણકારોની ફરિયાદો અને નાણાકીય ગેરરીતિના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને RERAએ પ્રોજેક્ટના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા સહિતના પગલાં લીધા છે.

Gujarat RERA Action: જૂન 2024ની ડેડલાઇન બાદ પણ પ્રોજેક્ટ અધૂરો

WTC GIFT Tower-C પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા જૂન 2024 નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મુદત વધારીને જૂન 2025 સુધી કરવામાં આવી હતી. જોકે, લંબાવાયેલી સમયમર્યાદા બાદ પણ પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો નથી. એપ્રિલ 2024ના ઉપલબ્ધ અહેવાલ મુજબ પ્રોજેક્ટનું આશરે 28 ટકા બાંધકામ પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ, પ્રોજેક્ટમાં કુલ 312 યુનિટમાંથી 311 યુનિટ પહેલેથી જ બુક થઈ ચૂક્યા હોવાનું જણાવાયું છે. જેના કારણે લાંબા સમયથી કબજાની રાહ જોઈ રહેલા એલોટીઓમાં ચિંતા વધી છે.

Gujarat RERA Action: 311 યુનિટ બુક, પ્રોજેક્ટ અધૂરો! WTC GIFT Tower-C સામે RERAનું કડક એક્શન
Gujarat RERA Action: 311 યુનિટ બુક, પ્રોજેક્ટ અધૂરો! WTC GIFT Tower-C સામે RERAનું કડક એક્શન

RERAને મળી અનેક ફરિયાદો

પ્રોજેક્ટમાં વિલંબ અને કબજો ન મળવાના મુદ્દે ગ્રાહકો દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી. સાથે જ પ્રમોટર દ્વારા પ્રોજેક્ટ પૂર્ણતા સંબંધિત જરૂરી કમ્પ્લાયન્સ રિપોર્ટ RERA પોર્ટલ પર રજૂ ન કરવામાં આવ્યો હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.આ મામલે Gujarat RERAએ પ્રોજેક્ટની કામગીરી અને નાણાકીય વ્યવહારો અંગે ગંભીર નોંધ લીધી છે.

નાણાકીય ગેરરીતિના મુદ્દે ગંભીર સવાલો

RERAની કાર્યવાહી દરમિયાન પ્રમોટર દ્વારા નિયમો કરતાં વધુ રકમ ઉપાડવામાં આવી હોવા સહિતની નાણાકીય ગેરરીતિની પ્રાથમિક નોંધ લેવામાં આવી હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલે SFIO અને ED દ્વારા પણ તપાસ ચાલી રહી હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. નાણાકીય વ્યવહારો અને પ્રોજેક્ટના ભંડોળના ઉપયોગ અંગે હવે તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.

GIFT Authorityએ લીઝ કરાર રદ કર્યો

પ્રમોટર સામેની કાર્યવાહી વચ્ચે GIFT Authority દ્વારા પ્રોજેક્ટ સંબંધિત લીઝ કરાર રદ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેના કારણે પ્રમોટરના પ્રોજેક્ટ સાઇટ પરના ડેવલપમેન્ટ રાઇટ્સ અંગે સ્થિતિ બદલાઈ ગઈ છે.આ ઘટનાક્રમથી પ્રોજેક્ટના ભવિષ્ય અને તેમાં રોકાણ કરનારા એલોટીઓને કબજો ક્યારે મળશે તે મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે.

RERAનું બેંક એકાઉન્ટ ફ્રીઝ, નવી બુકિંગ પર રોક

ગુજરાત RERAએ આ પ્રોજેક્ટનું RERA બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો (RERA Bank Account Freeze) આદેશ આપ્યો છે. આ ઉપરાંત પ્રમોટરને પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની નવી બુકિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. RERA પોર્ટલ પર પ્રમોટરને આપવામાં આવેલી લૉગ-ઇન અને ઍક્સેસ સંબંધિત સુવિધા પણ રદ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

રોકાણકારોના નાણાં બચાવવા કલમ 8 હેઠળ વિચારણા

પ્રોજેક્ટ લાંબા સમયથી અધૂરો રહેતાં હવે તેમાં રોકાણ કરનારા ખરીદદારોના હિતો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બન્યા છે. પ્રોજેક્ટને આગળ કેવી રીતે પૂર્ણ કરવો અને એલોટીઓના હિતો કેવી રીતે સુરક્ષિત રાખવા તે માટે RERA Actની કલમ 8 હેઠળ કાર્યવાહી કરવાની શક્યતા પર વિચારણા કરવામાં આવી રહી છે. જો આ પ્રક્રિયા આગળ વધે તો અધૂરો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે નવી વ્યવસ્થા અથવા અન્ય યોગ્ય પગલાં લેવામાં આવી શકે છે.

અન્ય બિલ્ડરો માટે પણ ચેતવણી સમાન કાર્યવાહી

GIFT Cityના આ પ્રોજેક્ટ સામેની કાર્યવાહી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. સમયસર પ્રોજેક્ટ પૂર્ણ ન કરવો, નિયમોનું પાલન ન કરવું અને પ્રોજેક્ટના નાણાંના ઉપયોગમાં ગેરરીતિના આરોપો સામે RERA કડક વલણ અપનાવી શકે છે તે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે. ખરીદદારો માટે પણ કોઈ ફ્લેટ, ઓફિસ કે કોમર્શિયલ યુનિટ બુક કરતા પહેલાં પ્રોજેક્ટનું RERA રજિસ્ટ્રેશન, પૂર્ણતાની તારીખ, બાંધકામની પ્રગતિ અને ડેવલપરનો રેકોર્ડ તપાસવો જરૂરી બની જાય છે.


આ પણ વાંચો: RERAનો હુકમ, ગુજરાતમાં પ્રોજેક્ટ સાઇટ્સ પર માહિતી સાથે હવે QR પણ ફરજિયાત લગાવવું પડશે

આ પણ વાંચો: RERA ભટક્યું? સુપ્રીમ કોર્ટના કડક અવલોકન વચ્ચે પ્રશ્નો

આ પણ વાંચો: બિલ્ડરે રહેણાક આયોજનમાં બતાવ્યું હશે તો સોલાર સિસ્ટમ લગાવી આપવી પડશેઃ ગુજરેરા

Post navigation

ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા, 1 મિનિટમાં ભાંડો ફૂટ્યો
વડોદરાની ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે વિદ્યાર્થીઓનો વિરોધ, NSUIએ તપાસ કમિટીની માગ કરી

More Posts

Ashram Flyover/ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે કરશે આશ્રમ ફ્લાયઓવરનું ઉદ્વઘાટન

March 5, 2023garima rao

Not Set/ પોલીસે હનીટ્રેપના આરોપીઓને ઝડપી પાડ્યા, સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવતા યુવકોને

October 15, 2018October 15, 2018Nirmal Acharya
Heavy Rain

ચોમાસુ: ૨૦૨૩/ આજનો વરસાદઃ સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી,રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

July 1, 2023khusbu pandya

Not Set/ પરીક્ષા આપવા જતી ધો-10ની વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ સળગાવી ટ્રક

March 16, 2018March 17, 2018Nirmal Acharya

Not Set/ PNB સ્કેમ : કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુધ CBIએ જાહેર કર્યું બિન જામીનપાત્ર વોરંટ

April 8, 2018April 9, 2018Harshid Patel
Flight

Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની માર, અંદાજે 30 ફ્લાઇટ્સ પર અસર, મુસાફરોને ભારે હાલાકી

January 13, 2026January 13, 2026Panara Mansi

Gandhinagar News/ GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ

November 30, 2024Nikunj Patel
Gujarat PSI Exam 19 April 2026

Gujarat News/ આવતીકાલે PSI કેડરની લેખિત પરીક્ષા, 1.10 લાખ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

April 18, 2026Kinjal Pradipkumar Patel
ઓર્ગેનિક ખેતી

જામનગર/ ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી

January 13, 2023January 13, 2023Maya Sindhav

પેગાસસ/ જાસૂસી કોઇપણ કિંમતે મંજૂર નહી,પેગાસસની તપાસ એક્સપર્ટ કમિટી કરશે : સુપ્રીમ કોર્ટ

October 27, 2021October 27, 2021mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy