Dahod News/ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડોનું કૌભાંડ, ઓનલાઇન સિસ્ટમને પણ ભ્રષ્ટાચારીઓએ તોડી પાડી!

દાહોદના સેંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,000થી વધુ લાભાર્થીઓના 12 કરોડ રૂપિયાનું કૌભાંડ (Corruption) બહાર આવ્યું.

Top Stories Gujarat
Corruption

Dahod News:પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) જેવી મહત્વાકાંક્ષી કેન્દ્રીય યોજના, જે ગરીબોને મકાન આપવાનો વચનબદ્ધ છે અને તેને ભ્રષ્ટાચાર (Corruption) મુક્ત બનાવવા માટે પૂરી રીતે ઓનલાઇન સિસ્ટમ પર આધારિત છે, તેમાં જ અભૂતપૂર્વ કૌભાંડ બહાર આવ્યું છે. દાહોદ જિલ્લાના સેંજેલી તાલુકામાં મંજૂર થયેલા 1,793 આવાસોમાંથી 1,200 આવાસો છ મહિનામાં પૂર્ણ થતાં સરકારે વધારાના 20,000 રૂપિયાની પ્રોત્સાહન રકમની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાત પછી માત્ર 200 લાભાર્થીઓના ખાતામાં જ રકમ પહોંચી, જ્યારે 1,000થી વધુ લાભાર્થીઓના 12 કરોડથી વધુ રૂપિયા ભ્રષ્ટાચારીઓએ બીજાના ખાતામાં વાળી દીધા છે. આ ચોંકાવનારા કૌભાંડે યોજનાની વિશ્વસનીયતા પર જ સવાલ ઉભા કર્યા છે.

 ભ્રષ્ટાચાર (Corruption) કરનાર ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે પૈસો

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોને પાકા મકાનો આપવા માટે 2015માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણ હપ્તામાં કુલ 1.20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં પહેલા હપ્તાના 48,000 રૂપિયા માટે મનરેગા (MGNREGA) જોબ કાર્ડની જરૂર પડે છે. યોજનાને પારદર્શક બનાવવા માટે તમામ પ્રક્રિયા લાભાર્થી પસંદગીથી લઈને હપ્તા વિતરણ સુધી ઓનલાઇન પોર્ટલ પર થાય છે. પરંતુ આ ‘કુલપ્રૂફ’ કહેવાતી સિસ્ટમમાં જ  ભ્રષ્ટાચાર કરનાર (Corruption) ભ્રષ્ટાચારીઓએ મોટું ગાબડું પાડ્યું છે.સેંજેલી તાલુકામાં આ કૌભાંડની તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ 2016-17માં જ્યારે ‘ફિઝિકલ બેંક એકાઉન્ટ’ એડ કરવાની છૂટ હતી, ત્યારે કમ્પ્યુટર ઓપરેટરો અને સંબંધિત અધિકારીઓએ મિલીભગત કરીને ડેટામાં છેડછાડ કરી. સરકારી રેકોર્ડમાં લાભાર્થીનું નામ સાચું રાખવામાં આવતું, પરંતુ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબરને બદલીને પોતાના મિત્રો કે નજીકી વ્યક્તિઓના ખાતામાં લગાવી દેવામાં આવતા. પરિણામે, હપ્તા રિલીઝ થતાં જ તે ભ્રષ્ટાચારીઓના (Corruption) ખાતામાં પહોંચી જતા. આખા દાહોદ જિલ્લામાં આ પદ્ધતિ વ્યવસ્થિત રીતે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ભ્રષ્ટાચારીઓ (Corruption)ની પદ્ધતિ અત્યંત ચતુરાઈભરી છે. પહેલા તબક્કે, લાભાર્થીની પસંદગી દરમિયાન નામ અને માહિતી સાચી રાખવામાં આવે છે. પરંતુ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડની વિગતો અપલોડ કરતી વખતે ઓપરેટરો ખેલ પાડે છે. ઉદાહરણ તરીકે, મનરેગા જોબ કાર્ડ હેઠળ પહેલા હપ્તાના પૈસા માટે લાભાર્થીનું જોબ કાર્ડ લિંક કરવામાં આવે છે, પરંતુ તે જોબ કાર્ડ પણ ગામના નહીં, પરંતુ આઠ કિલોમીટર દૂરના મૌલી ગ્રામ પંચાયતના લાભાર્થીનું હોય છે. આવી રીતે, પૈસા સીધા ખોટા ખાતામાં જમા થઈ જાય છે.

 કૌભાંડનું મુખ્ય કારણ ઓનલાઇન સિસ્ટમની ખામીઓ!

સિસ્ટમમાં નામ એક વ્યક્તિનું હોય અને આધાર-બેંક ખાતું બીજાનું હોય તો પણ તેને ફિલ્ટર કરવાની વ્યવસ્થા નથી. આધાર કાર્ડની વિગતો માત્ર અપલોડ કરવાની જ જરૂર હોય છે, પરંતુ તેની ઓટોમેટિક વેરિફિકેશન નથી.પંચાયતથી તાલુકા અને જિલ્લા સ્તર સુધી ડેટા ફોરવર્ડ થતો હોય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ માત્ર આંકડાકીય લક્ષ્યો પર ધ્યાન આપે છે. વ્યક્તિગત વેરિફિકેશન કરવામાં આવતું નથી.તાલુકા કક્ષાના કમ્પ્યુટર ઓપરેટરો પોર્ટલ હેન્ડલ કરે છે અને તેમના વિના ડેટામાં છેડછાડ અશક્ય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઓપરેટરોની ભૂમિકા મુખ્ય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાં પાયે ગેરરીતિ સામે આવી

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે 52 હજારની લાંચ લેતા અરવલ્લીમાં ગ્રામસેવક ઝડપાયો

આ પણ વાંચો:PMના હસ્તે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ !