Ahmedabad News/ અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હડકંપ મચ્યો

અમદાવાદની સંત કબીર સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને DPS સહિત 10થી વધુ શાળાઓને બોમ્બથી (Bomb Threat) ઉડાવવાની ઈ-મેઈલથી ધમકી મળી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Bomb Threat

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ફરી એક વખત શાળાઓને લક્ષ્ય બનાવીને બોમ્બ ધમકી (Bomb Threat) નો સિલસિલો શરૂ થયો છે. આજે સવારે શહેરની પ્રતિષ્ઠિત શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

“મોદી અને શાહ ખાલિસ્તાનના દુશ્મન છે. તમારા બાળકોને બચાવો. જો તમે 26મી તારીખે તિરંગો ફરકાવશો, તો અમે શાળાઓ ઉડાવી દઈશું.” 17 ડિસેમ્બર, 2025ના રોજ અમિત શાહના લોકસભા મતવિસ્તારમાં લોકપ્રિય શાળાઓને ઉડાવી દેવાની ધમકીઓ મળ્યાના 36 દિવસ પછી, 23 જાન્યુઆરી, 2026ના રોજ, અમદાવાદના એ.કે.માં એક પ્રખ્યાત શાળા પર થયેલા હુમલાનો વીડિયો વાયરલ થયો.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને પણ મળ્યો ધમકીભર્યો મેઈલ

સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચ ,સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ,અને ડીપીએસ (Delhi Public School) સહિત અન્ય 7 શાળાઓને મકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે.આ ધમકીઓમાં મુખ્યત્વે “બોમ્બ (Bomb Threat) થી ઉડાવી દેવાની” વાત કરવામાં આવી છે.ધમકી મળતાની સાથે જ બંને મુખ્ય શાળાઓમાં તાત્કાલિક એવેક્યુએશન (ખાલી કરવાની) કામગીરી હાથ ધરવામાં આવી. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને તેમના વાલીઓને શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા અને પોતાના બાળકોને ઘરે લઈ ગયા.

પોલીસની ટીમો સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) (Bomb Threat) અને સ્નિફર ડોગ્સનો ઉપયોગ કરીને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.ફાયર બ્રિગેડની ટીમો પણ એલર્ટ મોડમાં છે.આ પહેલાં ડિસેમ્બર 2025માં પણ અમદાવાદની 10થી વધુ શાળાઓને આવી જ ઈ-મેઈલ ધમકીઓ મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી