તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય રિઝર્વ બેંક UPI પેમેન્ટની સમીક્ષા કરી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંક UPI પેમેન્ટ પર MDR ચાર્જ એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાદવાનું વિચારી રહી છે. હવે આ અંગે નાણા મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે UPI એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે લોકો માટે ખૂબ જ સુવિધાજનક છે અને અર્થવ્યવસ્થામાં તેનું મોટું યોગદાન છે.
સરકાર UPI પેમેન્ટ સર્વિસ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાદવાનું વિચારી રહી નથી. સેવા પ્રદાતાઓ માટે ખર્ચ વસૂલાત માટે અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકારે ગયા વર્ષે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. આ મદદ આ વર્ષે પણ ચાલુ રહેશે.
નાણા મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું કે UPI પેમેન્ટ સર્વિસ પર કોઈ ચાર્જ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. સરકારે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે નાણાકીય સહાય ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે, સરકારે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને કારણે MDR ચાર્જના નુકસાન માટે 1500 કરોડની જાહેરાત કરી હતી.
UPI is a digital public good with immense convenience for the public & productivity gains for the economy. There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means. (1/2)
— Ministry of Finance (@FinMinIndia) August 21, 2022
ઉલ્લેખનીય છે કે સરકારે 1 જાન્યુઆરી, 2020 ના રોજ RuPay ડેબિટ કાર્ડ અને UPIને ચાર્જ-ફ્રી બનાવ્યું હતું. આવી સ્થિતિમાં, દરેક ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જનું નુકસાન હતું. તેની ભરપાઈ કરવા માટે જ આર્થિક મદદ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે UPI સેવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું સૌથી સરળ અને લોકપ્રિય માધ્યમ બની ગયું છે. NPCIના ડેટા અનુસાર જુલાઈમાં UPIની મદદથી 600 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ટ્રાન્ઝેક્શન્સની મદદથી 10.2 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયું હતું. માસિક ધોરણે સેંકડો કરોડના વ્યવહારોના પરિણામે MDR ચાર્જની ખોટનો અંદાજ લગાવી શકાય છે
