Bangladesh News: બાંગ્લાદેશના 35 વર્ષીય ‘મોરૂ મિયા’ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કારણ છે તેમની સાથે જોડાયેલો એક અસામાન્ય દાવો—કહેવાય છે કે મોરૂ મિયાએ 21 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે તેમની તમામ પત્નીઓના નામ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ બધા નામ યાદ કરી શક્યા નહોતા.
મીડિયા સાથેની વાતચીતમાં મોરૂ મિયાએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેમણે લગ્ન માટે મહિલાઓનો સંપર્ક કર્યો નહોતો. તેમના કહેવા પ્રમાણે, મહિલાઓ પોતે જ તેમની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવતી હતી. કેટલાક કિસ્સામાં મહિલાઓ તેમની ઉંમર કરતાં મોટી પણ હતી. મોરૂનું કહેવું છે કે તેને સામેની વ્યક્તિની લાગણી દુભાવવાનો ડર હતો અને સમાજ શું કહેશે તેની ચિંતા હતી તેથી તેણે કોઈને પણ ના ન પાડી.
Moru Mia 21 Wives: ભીખ માગીને કરે છે જીવનનિર્વાહ
મોરૂ મિયાની કહાની (Moru Mia Story)નો બીજો આશ્ચર્યજનક ભાગ તેમની આર્થિક સ્થિતિ છે. અહેવાલોમાં જણાવાયું છે કે તેઓ ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ખૂબ જ સાદા રહેઠાણમાં રહે છે.
દાવા મુજબ, મોરૂ એક અલગ જ રીતે પોતાની પત્નીઓ સાથે સમય પસાર કરે છે. તેઓ દરરોજ એક પત્નીને પોતાની સાથે લઈને ભીખ માંગવા માટે જાય છે. ત્યારબાદ અન્ય પત્નીઓ પણ વારો આવે ત્યારે તેમની સાથે જાય છે.
21 પત્નીઓમાંથી કેટલાં નામ યાદ?
જ્યારે મોરૂને તેમની 21 પત્નીઓ (21 Wives)ના નામ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ બધા નામ જણાવી શક્યા નહોતા. અહેવાલોમાં તેમના દ્વારા યાદ કરવામાં આવેલા કેટલાક નામોમાં શીલા, નરગિસ, સેલિના, આલિયા, તારા, જ્યોત્સના, રાબિયા અને પારુલનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા
મોરૂ મિયાની આ કહાની સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral News) થયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ ઘટનાને મજાકના રૂપમાં લઈ રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ આ કહાનીને અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે.
જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા દાવાઓ અંગે સંપૂર્ણ હકીકત જાણવા માટે વિશ્વસનીય અને સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે. હાલમાં મોરૂ મિયાની 21 લગ્નની કહાની (21 Marriages Viral Story) મુખ્યત્વે વાયરલ અહેવાલો અને સોશિયલ મીડિયા ચર્ચાને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
આ પણ વાંચો:ન નદી, ન કૂવો…અહીં હવામાંથી મળે છે શુદ્ધ પીવાનું પાણી! પહાડો પર લગાવેલી જાળીઓ કરે છે આ અદ્ભુત કમાલ
આ પણ વાંચો:શું સમુદ્રમાં ગરકાવ થઈ જશે મુંબઈ અને કોલકાતા? UN ના રિપોર્ટમાં ભયાનક ચેતવણી
આ પણ વાંચો:એક એવું ગામ કે જ્યાં રહે છે માત્ર 1 જ વ્યક્તિ; કંટાળો અને એકલતા દૂર કરવા અજમાવી અનોખી રીત
