Ajab Gajab News/ શું સમુદ્રમાં ગરકાવ થઈ જશે મુંબઈ અને કોલકાતા? UN ના રિપોર્ટમાં ભયાનક ચેતવણી

Ajab gajab News : સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે દરિયાઈ જળસ્તર વધવાને કારણે ભારતના મુંબઈ અને કોલકાતા સહિત દક્ષિણ એશિયાના 1.4 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થઈ શકે છે.

Ajab gajab Ajab Gajab News
Ajab gajab News Major warning from the UN

Ajab gajab News :ગ્લોબલ વોર્મિંગ (Global Warming) ના કારણે વિશ્વભરમાં પર્યાવરણીય સંકટ ઘેરૂ બની રહ્યું છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક આંચકાજનક રિપોર્ટમાં ભારત માટે ભારે ચિંતાજનક ચેતવણી આપવામાં આવી છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરસ દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, દરિયાઈ સપાટીમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતના બે મુખ્ય મહાનગરો મુંબઈ અને કોલકાતા સંપૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે અને લાખો લોકોએ પોતાના ઘર ગુમાવવાનો વારો આવી શકે છે.

દક્ષિણ એશિયામાં 1.4 કરોડ લોકો પર વિસ્થાપનનું સસ્પેન્સ

પલાઉ ખાતે યોજાયેલી 55 મી પશચિમ પેસિફિક આઈલેન્ડ્સ ફોરમ બેઠકમાં ડેપ્યુટી સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદે ખુલાસો કર્યો હતો કે વર્ષ 2024 માં દરિયાઈ જળસ્તર વાર્ષિક 6 મિલીમીટરના ઐતિહાસિક સ્તરે વધ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતના મુંબઈ-કોલકાતા અને બાંગ્લાદેશના ઢાકા જેવા નીચાણવાળા કાંઠાના વિસ્તારોમાં 1.4 કરોડથી વધુ લોકોના ઘર કાયમ માટે જળમગ્ન (Submerged)થઈ જવાની દહેશત છે. આ ઉપરાંત, પલાઉ જેવા અનેક ના નાના ટાપુ દેશો અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.

હિમાલયના ગ્લેશિયર પીગળવાથી પૂરની આશંકા

યુએન આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ નાવિદ હનીફે ‘ત્રીજા ધ્રુવ’ ગણાતા હિમાલયના ગ્લેશિયરો પીગળવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં આગામી 15 થી 20 વર્ષમાં ગ્લેશિયર પીગળવાથી શરૂઆતમાં વિનાશક પૂર આવશે અને ત્યારબાદ ગંભીર દુકાળની સ્થિતિ સર્જાશે, જે ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય પર સીધો પ્રહાર કરશે. હાલમાં સમગ્ર વિશ્વમાં દર દસમાંથી એક વ્યક્તિ (લગભગ 77 કરોડ લોકો) એવા તટીય વિસ્તારોમાં રહે છે જે દરિયાની ઉંચાઈથી 5 મીટર કરતાં પણ ઓછી ઉંચાઈ પર છે, જેના કારણે વૈશ્વિક સ્તરે 1.8 ટ્રિલિયન ડોલરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોખમ તોળાઈ રહ્યું છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :