Ajab Gajab News : કુદરતે આ ધરતી પર ભાતભાતના જીવજંતુઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે, જેમાંથી કેટલાકની લાક્ષણિકતાઓ માનવ મગજને ચકરાવે નાખી દે તેવી હોય છે. આવું જ એક અદ્ભુત પક્ષી (Common Swift) છે, જે જમીન પર પગ મૂક્યા વિના સતત 10 મહિના સુધી આકાશમાં ઉડતું રહી શકે છે. આ પક્ષી ઊંચાઈ પર ઉડતી વખતે જ ઊંઘી લે છે અને હવામાં જ પોતાનો ખોરાક પણ શોધી લે છે.
યુરોપમાં જોવા મળતું ‘કોમન સ્વિફ્ટ’ પક્ષી
મુખ્યત્વે યુરોપ ખંડ (The continent of Europe)માં જોવા મળતા આ પક્ષીનું નામ ‘કોમન સ્વિફ્ટ’ (Common Swift) છે. આ પક્ષી પોતાની અદ્ભુત ઉડાન ક્ષમતા અને ઝડપ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. પોતાની નોન-સ્ટોપ ફ્લાઈટ એબિલિટી અને લાંબી યાત્રાઓના કારણે આ પક્ષીએ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ (Guinness Book of World Records)માં પણ પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે.
હવામાં જ ઝપકી લે છે અને ઉડતાં ઉડતાં જીવજંતુઓનો કરે છે શિકાર
વૈજ્ઞાનિકો અને સંશોધકોના મતે, કોમન સ્વિફ્ટ જ્યારે આકાશમાં અતિશય ઊંચાઈ (Extreme height) પર પહોંચી જાય છે, ત્યારે તે નીચે તરફ આવતી વખતે હવામાં જ પાવર નેપ (નાની ઝપકી) લઈ લે છે. આ સિવાય, ખોરાક માટે તેને જમીન પર ઉતરવાની જરૂર પડતી નથી; તે આકાશમાં ઉડતી વખતે જ જીવજંતુઓ અને કીટાણુઓને પોતાનો આહાર બનાવી લે છે.
આ પણ વાંચો :સેમસંગે લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન Galaxy S26 FE; જાણો કિંમત, અને તમામ સ્પેસિફિકેશન્સ
આ પણ વાંચો :જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી
આ પણ વાંચો :ચીનની મુસાફરી કરતી વખતે ગૂગલ મેપ્સ પર ન રહેતા નિર્ભર; જાણી લો ‘ગ્રેટ ફાયરવોલ’ નો કાયદો
