Ajab Gajab News/ પાણીપુરી જોઈને ગાયનું મન ચળ્યું…ખાવાની જીદ કરવા લાગી…સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ!

સોશિયલ મીડિયા પર આજકાલ જાનવરો સાથે જોડાયેલા અજબ ગજબ વિડીયો વાયરલ (Animal Viral Video) થાય છે જેને જોઇને લોકોના ચહેરા ખીલી ઉઠે છે!

Ajab Gajab News Trending
Viral Video...ગાય પાણીપુરી ખાવાની જીદ કરવા લાગી!

Ajab Gajab News: પાણીપુરી  જોતા જ ગાયનું એને ખાવાનું મન થઈ ગયું (Cow Eating Panipuri Viral Video) અને એ એક વ્યક્તિ પાસે ખાવા મથવા લાગી. એ વ્યક્તિએ પણ એની આ ફરમાઇશ પૂર્ણ કરીને એને પાણીપુરી ખવડાવી દીધી…ગાય ઘણી મજાથી પાણીપુરી ખાવા લાગી અને એમનો આ અંદાજ જોઈને લોકો ખુશ થઈ ગયા અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો!

સોશિયલ મીડિયા પર આજકાલ જાનવરો સાથે જોડાયેલા અજબ ગજબ વિડીયો વાયરલ (Animal Viral Video) થાય છે જેને જોઇને લોકોના ચહેરા ખીલી ઉઠે છે! આજકાલ વાયરલ થયેલા એક વિડીયોમાં એક ગાય એક શખ્સ આગળ લાડ કરતી જોવા મળી છે અને એ પણ પાણીપુરી ખાવા માટે!! એમાં ગાય એવું લાડ કરે છે કે જેને જોઈને કોઈ ભાગ્યે જ પોતાનું હાસ્ય રોકી શકે! એમાં ગાય એક વ્યક્તિ પાસે ગોલગપ્પા એટલે કે પાણીપુરી ખવડાવવાની જીદ કરે છે. એ શખ્સ પણ એની ફરમાઈશ પૂરી કરતા એને પાણીપુરી ખવડાવે છે અને ગાય મજાથી ખાય પણ છે!

આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ (Social Media Users)માં છવાઈ ગયો છે! લોકોને ગાયને આ અંદાજ ઘણો જ પ્રેમાળ પ્રતીત થયો છે અને એના પર કોમેન્ટો (comments)નો વરસાદ પણ થયો છે.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ (Cow Eating Panipuri Viral Video)

જાનવરોના આવા માસૂમ વિડિયો મોટાભાગે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતા જ હોય છે. આમાં ગાયનો પાણીપુરી ખાવાનો અંદાજ યૂઝર્સને ઘણો જ પસંદ પડી રહ્યો છે અને એની માસૂમિયત જોઈને બધા ખુશ થઈ રહ્યાં છે!

રાજલ ચૌધરી નામના શખ્શનો આ વીડિયો  જોઈને એવું લાગે છે કે પાણીપુરી ફક્ત માણસોને જ નહિં પણ ગાયને પણ પસંદ પડે છે! જો કે, ગાયને પાણીપુરી ખાતા જોઈને લોકો મજાકિયા અંદાજમાં માણસો સાથે જોડીને જોઈ રહ્યાં છે.

cow eating Panipuri

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પ્રેમાળ ક્ષણો

કેટલીક સેકન્ડો સુધીનો આ વીડિયો ઇન્ટરનેટ (Internet) પર લોકોની ચર્ચાનો વિષય બનવા પામ્યો છે…રોજબરોજની દોડધામ પછી જાનવરોનો આવો પ્રેમાળ અને અનોખો અંદાજ લોકોને હસવાનું એક સુંદર બહાનુ પૂરું પાડી રહ્યો છે…ખરેખર ગાયનું પાણીપુરી માટે આ રીતે જીદ્ કરવું મજેદાર અને ગજબની વાત છે!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :