Ajab Gajab News/ વિયેતનામમાં યોજાય છે દુનિયાનું સૌથી અનોખું ‘લવ માર્કેટ’, જ્યાં વર્ષે એકવાર ભૂતપૂર્વ પ્રેમીઓ મળીને તાજી કરે છે જૂની યાદો!

વિયેતનામના હા ગિઆંગ પ્રદેશમાં ‘ખાઓ વાઈ લવ માર્કેટ’ (Love Market) ભરાય છે, જ્યાં વર્ષમાં એકવાર ભૂતપૂર્વ પ્રેમીઓ એકઠા થઈને જૂની યાદો તાજી કરે છે. આ અનોખી પરંપરાને રાષ્ટ્રીય વારસાનો દરજ્જો મળ્યો છે.

Ajab gajab Ajab Gajab News
Love Market Vietnam's peculiar market

Ajab Gajab News : પ્રેમ અને સંબંધોની અભિવ્યક્તિ માટે વિશ્વભરમાં ભાત-ભાતની રીત-રિવાજો જોવા મળે છે. પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામના હા ગિઆંગ (Ha Giang) પ્રાંતમાં ઉજવાતો ‘ખાઓ વાઈ લવ માર્કેટ’ (Love Market) નો ઉત્સવ પોતાની વિશિષ્ટ પરંપરા માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કોઈ ખરીદ-વેચાણનું સામાન્ય બજાર નથી, પરંતુ તૂટેલા દિલ અને ભૂતકાળના સંબંધોને સન્માન આપતું એક અનોખું સાંસ્કૃતિક સરનામું છે.

Love Market : વર્ષમાં માત્ર એક જ વાર યોજાય છે આ અનોખી મહેફિલ

આ બજારની સૌથી મોટી રોચક વાત એ છે કે અહીં એવા લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે જેમના રસ્તાઓ ક્યારેક ભૂતકાળમાં કાયમ માટે જુદા થઈ ગયા હતા. તૂટેલા સંબંધો ધરાવતા પૂર્વ પ્રેમીઓ (Ex-Partners) અહીં આવીને કોઈ પણ પ્રકારના દ્વેષ વિના જૂની સુંદર યાદો વાગોળે છે અને એકબીજાની ખબર-અંતર પૂછે છે. આ દેશમાં આ પ્રકારના પુનઃમિલનને અત્યંત પવિત્ર સામાજિક મૂલ્ય માનવામાં આવે છે.

અધૂરા પ્રેમની સદીઓ જૂની લોકકથા 

આ સાંસ્કૃતિક ઉત્સવ પાછળ એક દર્દનાક લોકકથા છુપાયેલી છે. પ્રચલિત વાર્તા અનુસાર, અલગ-અલગ જાતિ અને સમુદાયના એક યુગલ વચ્ચે ગાઢ પ્રેમ થયો હતો. પરંતુ કૌટુંબિક અસંમતિ અને સામાજિક મર્યાદાઓને કારણે તેઓ એક થઈ શક્યા નહોતા. વિદાય લેતી વખતે તેમણે વચન આપ્યું હતું કે તેઓ દર વર્ષે એક ચોક્કસ દિવસે આ સ્થળે ચોક્કસ મળશે. એ જ પરંપરા આજે પણ આ ઉત્સવ રૂપે જીવંત છે. માત્ર પૂર્વ પ્રેમીઓ જ નહીં, પણ નવા જીવનસાથીની તલાશમાં રહેલા અવિવાહિત યુવક-યુવતીઓ પણ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે છે.

સરકારે આપ્યો રાષ્ટ્રીય વારસાનો દરજ્જો

ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે ત્રીજા મહિનાની 27 મી તારીખે (એપ્રિલ અથવા મે માસ દરમિયાન) આ મેળો ભરાય છે. ભૂતકાળને ભૂલીને સ્મિત સાથે આગળ વધવાની પ્રેરણા આપતી આ ‘ખાઓ વાઈ’ પરંપરાને વર્ષ 2021 માં વિયેતનામના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (National Intangible Cultural Heritage) તરીકે માન્યતા આપવામાં આવી હતી.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :