Ajab Gajab News: સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશનો એક અજબ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે જે સાંભળીને દરેક જણ નવાઈ પામી રહ્યું છે! જરા વિચારો કે એક 35 વર્ષનો માણસ (Bangladeshi Bagger) જે પોતે ભીખ માગીને ગુજરાન ચલાવે છે અને એની 21 ‘બીવીઓ’ છે!! આ વાત સાંભળવામાં મજાક અથવા કોઈ ફિલ્મી કહાણી લાગે પણ આ સત્ય છે. 35 વર્ષીય મોરુ મિયા (Moru Miya) ની આ અજબ-ગજબ કહાણી ઈન્ટરનેટ પર આજ-કાલ છવાયેલી છે.
ખુદ મહિલાઓએ Bangladeshi Bagger સમક્ષ મૂકેલો ‘શાદી’નો પ્રસ્તાવ
Bangladeshi Bagger મોરુ મિંયાએ એ જણાવ્યું કે, એણે પોતે લગ્નની વાત કરી જ નથી. એનું કહેવું છે કે, “મને ખબર નથી કે મહિલાઓને મારામાં શું સારુ લાગે છે? એ પોતે મારી પાસે આવે છે અને શાદી (Marriage) કરવાનું કહે છે!” મોરુ મિંયાના જણાવ્યનુસાર કેટલીયે મહિલાઓ તો એનાથી ઉંમરમાં મોટી હતી અને એણે કોઈને પણ મનાઈ ન કરી હતી કારણ કે એને ડર હતો કે સમાજ પણ શું કહેશે ઉપરાંત, સામેવાળી વ્યક્તિને ખરાબ ન લાગે! મહિલાઓ (Women) સામેથી જ એની પાસે આવે છે અને કહે છે, “ચલો શાદી કરી લઇએ!”
આ 35 વર્ષીય ભિખારીના આ દાવા પછી ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે અને પ્રાપ્ત માહિતી અનુસાર, ભીખ માગવી (Bagging) એ એની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

ભીખ માગીને નિભાવે છે 21 ‘બીવીઓ’ને!
21 પત્નીઓ હોવા છતાંયે આ Bangladeshi Bagger મોરુની જીંદગી ઘણી જ સાધારણ છે. આજે પણ એ એક ઓરડાની ઝૂંપડી (Hut)માં રહે છે. એની કમાણીનો એક જ સ્ત્રોત છે અને એ છે ભીખ માગવી!
રિપોર્ટ અનુસાર, મોરુએ એક અજીબ નિયમ બનાવેલો છે, એ દરરોજ પોતાની એક પત્નીને સાથે લઈને ભીખ માગે છે. બધી જ પત્નીઓ પોતાના વારા મુજબ એની સાથે જઈને ભીખ માગવામાં મદદ કરે છે!

પત્નીઓના નામ પૂછતાં જ એનુ માથુ ચકરાઈ ગયું!
જ્યારે પત્રકારોએ Bangladeshi Bagger મોરુને એની 21 પત્નીઓનું નામ (Name of Bagger’s 21 Wives) પૂછ્યું તો એ જણાવી શક્યો નહિં…એને અમુક જ નામ યાદ હતા જેમ કે, શીલા, નરગીસ, સેલેના, આલિયા, તારા, જ્યોત્સના, રાબિયા અને પારુલ સામેલ છે. મોરુએ પોતે સ્વીકાર્યુ હતુ કે, આટલી બધી પત્નીઓ હોવાને કારણે નામ યાદ રાખવું મુશ્કેલ છે!
લોકોએ આપ્યા મિશ્ર પ્રતિભાવો
સોશિયલ મીડિયા (Social Media) પર આ કહાણી અંગે ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક લોકો આ બાબતની મજાક ઉડાવી રહ્યાં છે. એમનું કહેવું છે કે, આ માણસના વાત કરવાની રીત પર રિસર્ચ થવું જોઇએ! જ્યારે કેટલાક લોકો એને અન્ય દ્રષ્ટિકોણથી જોઈ રહ્યાં છે.
એક યુઝર લખે છે કે, “કદાચ એણે એવી મહિલાઓને અપનાવી છે જેને સમાજે છોડી દીધી હતી જેથી એમને એક નામ અને સહારો મળી શકે!” આ ઉપરાંત, એક યૂઝરે મજાકમાં કહ્યું કે, “આવી અજબ ઘટનાઓ તો કેવળ બાંગ્લાદેશ (Bangladesh)માં જ થઈ શકે છે!”
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
