સુરત
દુખ હરનારા, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવાની સહનશકિત બક્ષનારા દેવાધિદેવ ગણેશજીની રવિવારે ભકતોએ પુઢચ્યા વરસી વઉકરયાના કોલ સાથે વાજતે ગાજતે વિદાય આપી હતી.
નાની મોટી 70 હજારથી વધુ પ્રતિમાઓનું 22 કૃત્રિમ તળાવ, દરિયો, શેરી- મહોલ્લામાં વિસર્જન કરાયું હતુ.દરમિયાન તાપી નદીમાં પ્રતિમાઓના વિર્સજન પર પ્રતિબંધ અને ફરજિયાત કૃત્રિમ તળાવ, દરિયામાં જ બાપ્પાની વિદાયના પડકારને સુરતીઓએ સાથ આપ્યો હતો જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિસર્જનના બીજા દિવસની વાત કરીએ તો સૌથી વધારે બાપ્પાની મુર્તિનું વિસર્જન ડુમસના દરિયામાં કરવામાં આવ્યું હતુ.
મંતવ્ય ન્યુઝ દ્વારા બીજા દિવસે દરિયાકાંઠાની મુલાકાત લેવામાં આવી તો બાપ્પાની રઝળતી હાલત જોવા મળી હતી.કાદવ- કીચડમાં વિધ્નહર્તા રઝળી રહ્યા હતા.
દસ દિવસની પૂજા-અર્ચના કર્યા બાદ શ્રીજીની આવી દુર્દશા પાછળ કેટલાંક અંશે લોકોમાં પણ જાગૃતતાનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે કારણે કે લોકો પાંચ ફુટથી ઉંચી મુર્તિઓ લાવવાનો આગ્રહ રાખે છે. તેવી મુર્તિઓનું વિર્સજન વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી, જેના કારણે આ પ્રકારની પરસ્થિતિ જોવા મળે છે. બીજી બાજુ ડુમસના દરિયામાં પાણીની અછત હોવાને કારણે હજુ કેટલીક મુર્તિઓ વિરસ્જન કર્યા વગર બહાર પડેલીજોવા મળી હતી. જો લોકો પાંચ ફુટથી નાની મુર્તિઓ લાવવાનો આગ્રહ રાખે તો વિધ્નહર્તાની આવી રઝળતી હાલત ન થાય તેવું બની શકે છે.
