Surat News : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. ગઈકાલે તેઓ મોડીરાતે આંબેડકર ભવન ખાતે રોકાયા હતા. ત્યારબાદ આજે સવારે સુરતમાં ચતુર્માસ કરવા રોકાયેલા જૈન આચાર્ય મહાશ્રમણ જેની સાથે મુલાકાત કરી એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. હાજરી આપવા દરમિયાન તેમણે કેટલાક સનાતન ધર્મની તેમજ ભારતીય સંસ્કૃતિના મૂળના સભા અંગેની ચર્ચા કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં પાકિસ્તાનને યાદ કર્યું હતું અને જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય યુદ્ધની સ્થિતિ ઊભી કરવાની ચેષ્ટા કરી નથી. આપણે માર ખાતા નથી અને કોઈને મારતા પણ નથી.

મોહન ભાગવતે કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનને યાદ કરતા જણાવ્યું હતું કે, ભારતનો મૂળ સ્વભાવ અને સંસ્કૃતિ કઈક અલગ છે. જ્યારે કારગીલ દરમિયાન પાકિસ્તાનને ભારત ઉપર હુમલો કર્યો હતો ત્યારે માત્ર બોર્ડર ઉપર જ લડાઈ લડી હતી. સેનાને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે, બોર્ડર ક્રોસ કરવાની જરૂર નથી એટલું જ નહીં પરંતુ જ્યારે આપણે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનમાં સેનાની કાર્યવાહી કરી તેમાં જે વિસ્તારની અંદર ગડબડ હતી ત્યાં જ માત્ર આપણી સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી. કારણ કે, સૌની આત્મા સમાન છે. જીવન જીવવાનું સૌને સમાન હોવું જોઈએ. એકનું જીવન બગડે તો ઘણા બધાને દુઃખ થાય છે. આપણી સાથે યુદ્ધ કરનારાઓને પણ સંકટ સમયે આપણે મદદ પહોંચાડીએ છીએ એ ભારતની સંસ્કૃતિ છે.

ભારત દેશની સંસ્કૃતિ છે કે આપણે ક્યારેય પણ કોઈની સાથે યુદ્ધ સામેથી કરતા નથી. એક વાત ચોક્કસ છે કે, આપણે માર ખાતા નથી અને કોઈને મારવાનો પણ પ્રયાસ કરતા નથી. આપણા પૂર્વજોએ આપણી સામે અનેક ઉદાહરણો મૂક્યા છે. ભારતે આજસુધી ક્યારેય પણ યુદ્ધ ઊભું કરવાની ચેષ્ટા કરી નથી. ભારત હંમેશા મોટું હૃદય રાખતું રહ્યું છે. આપણે જે સ્થિતિ છે તેને એવી રીતે સુધારવાની છે કે, જેનાથી કોઈને તકલીફ ન થાય અને આપણું જોઈને આખું વિશ્વ આપણી પાસેથી શીખશે કે ભારત દેશે પોતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે કર્યો અને આપણે પણ તેને કેવી રીતે આગળ કરી શકીએ છીએ. આજની પરિસ્થિતિને લઈને ગભરાવાની જરૂર નથી. જે પણ સમસ્યા છે તેનો આપણે સાથે મળીને ઉકેલ લાવી દઈશું અને દુનિયા પણ આપણી પાસેથી ઘણું શીખશે.
આ પણ વાંચો:રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી
આ પણ વાંચો:વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદ પડશે, જાણો ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:આગામી 24 કલાક ગુજરાત માટે ભારે! વરસાદે નથી લીધી વિદાય
