Ahmedabad News: અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન(Kalupur Railway Station) દારૂડિયાએ મુસાફરની બેગ ઝૂંટવાનો પ્રયાસ કરતાં લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)પર જાગૃત નાગરિકે વીડિયો (Video) રેલ મંત્રાલયને ટ્વીટ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આરપીએફ (RPF) અને રેલ્વે પોલીસ (Railway Police) ફરજ બજાવતા હોવા છતાં દારૂડિયાનો આતંક જોવા મળ્યો હતો.

અમદાવાદ રેલ્વે સ્ટેશનને દરરોજ લાખો મુસાફરો યાત્રા કરતા હોય છે. ત્યારે આવા બેફામ લુખ્ખા તત્વો આતંક મચાવતા હોય છે અને આવા તત્વોના કારણે મુસાફરોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. આવી જ એક ઘટના અમદાવાદ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ 6 અને 7ના પહેલા માળે બની હતી. દારૂડિયાએ એક મુસાફરની બેગ ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક જાગૃત મુસાફરે આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાગૃત નાગરિકે વીડિયો રેલ મંત્રાલયને ટ્વીટ કરી જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર RPF અને રેલ્વે પોલીસ પોતાની ફરજ બજાવતી હોય છે. તેમ છતાં આવા અસામાજીક તત્વોને તેમનો જરાય ડર હોય તેવું જણાતું નથી. ઉપરથી દારૂડિયાનો આતંક યથાવત જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ આ અગાઉ પણ રેલ્વે સ્ટેશનમાં ચોરી, મારામારીના બનાવો બની ચૂક્યા છે.
આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:શહેરની આ હોસ્પિટલમાંથી જીવાત નીકળવાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ
