Ahmedabad News: છેલ્લા કેટલાય સમયથી હોટેલ, રેસ્ટોરેન્ટ (Resstaurant)માંથી જીવાત વંદા નીકળવાનો સિલસિલો જોવા મળ્યો હતો. ત્યારે હવે અમદાવાદની પ્રખ્યાત એએમસી (AMC)દ્વારા સંચાલિત કરાતી SVP હોસ્પિટલમાંથી સૂપમાંથી(Soup) જીવાત નીકળતાં ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલની બેદરકારી સામે આવતા દર્દીઓના આરોગ્ય (Health) સાથે ચેડાં થઈ રહ્યાં છે તેવું પુરવાર થઈ રહેલું દેખાય છે. જીવાતવાળો વીડિયો વાયરલ થતા SVP હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઊભા થયા છે.
વાઈરલ વીડિયો મુજબ, દર્દીના સ્વજને હોસ્પિટલમાં સૂપ મંગાવ્યો હતો. પરંતુ સૂપમાં જીવાત દેખાતા દર્દીના સગાએ હોસ્પિટલને જાણ કરી હતી. બાદમાં એએમસી દ્વારા SVP હોસ્પિટલને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. દર્દીનાં સગાએ હોસ્પિટલ તંત્ર સામે સવાલો કર્યા હતા. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી સામે દર્દી કેવી રીતે સાજો થઈ શકે.
આ વીડિયો દર્દીના સ્વજન દ્વારા વાયરલ કરાયો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. હોસ્પિટલને અદ્યતન બનાવવામાં આવે છે પરંતુ દર્દીના સ્વાસ્થ્યને સાજો કરતો ખોરાકમાં જ લાપરવાહી દેખાય તો આવનારા સમયમાં દર્દીને જ હોસ્પિટલ પરથી ભરોસો ઉઠી જશે.
આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ
