Crime/ અંકલેશ્વરનાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

છેલ્લા કેટલાય સમયથી બેફામ લૂખ્ખા તત્વો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે આવી વધુ એક ઘટના અંકલેશ્વરમાં બની છે. ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં આવેલા GIDCના પશુપતિનાથ મંદિરમાં મધરાત્રે 3 વાગ્યાની આસપાસ ચોરો મંદિરમાં ઘૂસ્યા હતા. મંદિરમાં દરવાજો તોડી….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 05T134638.693 અંકલેશ્વરનાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

Bharuch News: અંકલેશ્વરમાં જીઆઈડીસી(GIDC)નાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો (Thieves) ત્રાટક્યાં હતા. મંદિરમાં 5 કિલોથી વધુની ચાંદીના (Silver)દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થતાં જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

WhatsApp Image 2024 02 05 at 1.48.08 PM અંકલેશ્વરનાં પશુપતિનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

છેલ્લા કેટલાય સમયથી બેફામ લૂખ્ખા તત્વો મંદિરોને નિશાન બનાવી રહ્યાં છે. ત્યારે આવી વધુ એક ઘટના અંકલેશ્વરમાં બની છે. ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરમાં આવેલા GIDCના પશુપતિનાથ મંદિરમાં મધરાત્રે 3 વાગ્યાની આસપાસ ચોરો મંદિરમાં ઘૂસ્યા હતા. મંદિરમાં દરવાજો તોડી ગર્ભગૃહમાં પ્રવેશી પશુપતિનાથ મહાદેવના ચાંદીના નાગદેવતા, ચાંદીના દાગીના સહિત કુલ 5 લાખથી વધુની કિંમતના ચાંદીની ચોરી કરી હતી.

સવારમાં મંદિરમાં પૂજા  કરતી વેળાં પૂજારીને ચાંદીના ઘરેણા ન દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં ચોરોએ ચોરી કર્યા હોવાનું ખુલ્યું હતું. આ ઘટના બાદ જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ

આ પણ વાંચો:uttarpradesh/ગોવિંદ દેવ ગિરી મહારાજ ‘અયોધ્યા, કાશી અને મથુરા’ના મંદિરને લઈને આપ્યું મોટું નિવેદન, મુસ્લિમ પક્ષકારોને શાંતિથી ઉકેલ લાવવા કરી અપીલ

આ પણ વાંચો:jairam ramesh/જ્યારે નીતિશને ફ્લોર ટેસ્ટ માટે 12 દિવસનો સમય મળ્યો, તો સોરેનને માત્ર 3 દિવસ કેમ મળ્યા? કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા