Departmental Inquiry/ ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ

ASIની હત્યા મામલે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી કરતાં માલૂમ પડ્યું કે, બુટલેગરો સાથે 15 જેટલા પોલીસ કર્મચારીઓ સાંઠગાંઠ ધરાવે છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસકર્મી બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીના સંપર્કમાં હોવાના અનેક પુરાવા મળ્યા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 05T122753.263 ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ

Ahmedabad News: અમદાવાદમાં કણભા એએસઆઈની હત્યામાં પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસકર્મીઓ વિરૂદ્ધ આકરી ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ અને બૂટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાના પ્રાથમિક પુરાવા મળ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી શરૂ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

25 જાન્યુઆરીના રોજ અમદાવાદ જીલ્લાના દસ્ક્રોઈમાં બેફામ બનેલાં બૂટલેગરની કારે કણભા પોલીસ (Police) સ્ટેશનના એએસઆઈની કારને ટક્કર મારતા પોલીસકર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય કર્મી ઘાયલ થયા હતા. અકસ્માત થતાં બૂટલેગરો (Bootleggers)ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા. કણભા પોલીસે જણાવ્યું હતું કે, પોલીસને મળેલી બાતમીના આધારે અમારી PCR વાન તેમજ પોલીસ સ્ટાફ બૂટલેગરોની ગાડીનો પીછો કરી રહ્યાં હતા, પરંતુ પોલીસની ગાડી જ્યારે બૂટલેગરોની ગાડીને રોકવા આગળ વધી ત્યારે બૂટલેગરોએ તેમની કારને જોરથી ટક્કર મારી હતી. જેને લીધે PCR વાનમાં સવાર એએસઆઈ બળદેવ નિનામાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યાં હતા અને જીઆરડી જવાન ઘાયલ થઈ ગયા હતા.

પોલીસે બૂટલેગરોની ગાડીમાંથી 14 હજાર રૂપિયાના મૂલ્યની કિંમતનો દારૂ (Liquor)જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર બૂટલેગરો વિરૂદ્ધ દારૂબંધી અને દારૂની હેરાફેરીનો ગુનો નોંધ્યો હતો.

આગળની તપાસ

ASIની હત્યા મામલે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી કરતાં માલૂમ પડ્યું કે, બુટલેગરો સાથે 15 જેટલા પોલીસ કર્મચારીઓ સાંઠગાંઠ ધરાવે છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસકર્મી બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીના સંપર્કમાં હોવાના અનેક પુરાવા મળ્યા છે.

પોલીસને કોલ રેકોર્ડિંગ્સ, ચેટ વગેરેના પુરાવા મળતાં DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ 15 પોલીસકર્મીઓની બદલીના તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ