Banaskantha/ બનાસકાંઠાઃ અંબાજીમાં પોલીસકર્મીઓએ કર્યો અકસ્માત, ગ્રામજનોએ દારૂ પી અકસ્માત કરનાર પોલીસને પકડી પોલીસને સોંપ્યા

બનાસકાંઠાના અંબાજીમાં પોલીસકર્મીઓએ જ અકસ્માત કર્યાનો બનાવ સામે આવ્યો છે. અંબાજીમાં બે પોલીસકર્મીઓ દારૂ પીધેલ હાલતમાં બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 05T121314.536 બનાસકાંઠાઃ અંબાજીમાં પોલીસકર્મીઓએ કર્યો અકસ્માત, ગ્રામજનોએ દારૂ પી અકસ્માત કરનાર પોલીસને પકડી પોલીસને સોંપ્યા

બનાસકાંઠાના અંબાજીમાં પોલીસકર્મીઓએ જ અકસ્માત કર્યાનો બનાવ સામે આવ્યો છે. અંબાજીમાં બે પોલીસકર્મીઓ દારૂ પીધેલ હાલતમાં બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. બાઈક ચાલકને ટક્કર માર્યા બાદ બે પોલીસકર્મીઓએ ફરાર થવાનો પ્રયાસ કર્યો. પોલીસકર્મી અને બાઈક સવારની ટક્કર થતા ભીડ ઉમટી પડી. ત્યારે ફરાર થવાનો પ્રયાસ કરનાર બે પોલીસકર્મીઓને ગ્રામજનોએ અંબાજી પોલીસને સોંપ્યા. દરમ્યાન પોલીસકર્મીઓની કારમાંથી દારૂની બોટલો મળી આવતા બંનેએ નશો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અનેક લોકો અંબાજી મંદિરની મુલાકાત લેતા હોય છે. મુલાકાતીઓની ભીડને લઈને પોલીસ દ્વારા સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવે છે. પોલીસકર્મીઓ જ્યાં ફરજ બજાવે છે તો કેટલાક પોલીસના નામ પર કલંક લગાવે છે. પાલનપુર પોલીસ સ્ટેશનમાં કામ કરનાર બે પોલીસકર્મીઓએ અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બંને પોલીસકર્મીઓ નશાની હાલતમાં બેફામ કાર હંકારી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવક અને તેની બહેનને ઇજા પંહોચી હતી. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને સારવાર માટે અંબાજીની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા. જ્યારે દારૂ અકસ્માત કરનાર બે પોલીસકર્મીઓને અંબાજી પોલીસને સોંપ્યા. બંને પોલીસકર્મીનું નામ મહેન્દ્ર પરમાર અને દલજી ચૌધરી હોવાનું સામે આવ્યું છે. અંબાજી પોલીસે બંને પોલીસની અટકાયત કરતા મામલાની તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં અકસ્માતોની ઘટના વધી રહી છે. આ મામલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને કામગીરી સોંપવામાં આવતી હોય છે. પરંતુ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જ બેફામ અને બેજવાબદાર બની રહી છે. અંબાજીમાં બે પોલીસકર્મીઓની કારમાં દારૂ જોવા મળ્યો, પોલીસકર્મીઓ નશાની હાલતમાં બેફામ કાર હંકારી અને નશામાં ચૂર પોલીસકર્મીઓ બાઈકની ટક્કર મારતા અકસ્માત સર્જ્યો. આ ઘટનામાં તમામ બાબતો દર્શાવે છે કે જ્યારે પોલીસ કાયદા અને ફરજનું પાલન નથી કરી રહી ત્યારે સામાન્ય નાગરિકોની કેવી રીતે સુરક્ષા કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :leamon/આ લીંબુની કિંમત સાંભળીને તમે ચોંકી જશો…. જાણો શું છે તેનું મહત્વ

આ પણ વાંચો :Guinness World Records/મહિલાએ પોતાના નામે કર્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જાણો એવું તો શું કર્યું….

આ પણ વાંચો :હવાઈ હુમલો/અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાક અને સીરિયામાં  કર્યો હુમલો, હવાઈ હુમલામાં 40 લોકોના મોત