ગુજરાત/ 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા તોફાનનાં કારણે એક જ પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા

18મીએ “તૌકતે” વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકવાનું છે ત્યારે આજથી 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા વિનાશક વાવાઝોડામાં પાટડીનાં હિંમતપુરાના એક જ પાટડીયા પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા અને હિંમતપુરા ગામનાં કુલ 29 લોકો કાળનો કોળીયો બન્યાં હતા. 

Gujarat Others
petrol 14 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા તોફાનનાં કારણે એક જ પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

18મીએ “તૌકતે” વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકવાનું છે ત્યારે આજથી 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા વિનાશક વાવાઝોડામાં પાટડીનાં હિંમતપુરાના એક જ પાટડીયા પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા અને હિંમતપુરા ગામનાં કુલ 29 લોકો કાળનો કોળીયો બન્યાં હતા.

petrol 16 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા તોફાનનાં કારણે એક જ પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા

ગુજરાત / પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું

આગામી 17 અને 18મી મે નાં રોજ દરિયા કિનારે “તૌકતે” વાવાઝોડું ત્રાટકવાનું છે. અને સરકાર દ્વારા એનડીઆરએફની ટીમ સાથે કોઇ જાનહાની ન થાય એ માટે તંત્ર ખડે પગે સજ્જ થયું છે. ત્યારે આજથી બરાબર 23 વર્ષ પહેલા સન 1998ની 9મી જૂને ત્રાટકેલા કંડલાનાં 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડામાં સત્તાવાર 1485 લોકો દરિયામાં તણાયા હતા અને 1226 લોકો લાપત્તા બન્યા હતા. જ્યારે 30,000થી વધુ લોકો ઘર વિહોણા બન્યા હતા અને અંદાજે રૂ. 1500 કરોડનું નુકશાન પહોંચ્યું હતુ. કંડલાના આ વિનાશક વાવાઝોડામાં પાટડી તાલુકાનાં હિંમતપુરા ગામનાં મજૂરી કામ અર્થે ગયેલા 29 લોકો દરિયામાં જીવતા હોમાયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં ચતુરભાઇ શીવાભાજી ભોજવીયા તેમના બે બાળકોની લાશ ખભે લઇને 8 કલાક સુધી પાણીમાં તરતા રહ્યા હતા. તેમણે આ સમયને યાદ કરતા કહ્યુ કે, આ સમયે હું મારી પત્ની ભગવતી, બે દિકરા ચુંડો અને દલસુખ તથા દિકરી રમીને લઇને મજૂરી કામ અર્થે કંડલા બંદરે ગયો હતો ત્યારે દરિયાઇ મોજાની 50 ફૂટની થપાટ આવતા ઘરમાં 10 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. અમે પરિવારનાં પાંચેય જણા મકાનનાં સિમેન્ટનાં પતરા પર ચઢી ગયા હતા. ત્યારબાદ દરિયાઇ મોજાની બે ક્રૂર થપાટમાં અમે અમારી સાથેનાં અનેક લોકોને દરિયામાં સ્વાહા થતા નજરે જોયા હતા. ત્યારબાદ અમારૂ આખુ ઘર પાયાથી જ ભોંયભેગુ થતા પત્નિ ભગવતી અને 2 વર્ષની દિકરી રમીને મારી નજર સામેં જ દરિયાઇ મોજામાં પળવારમાં અદ્રશ્ય થઇ ગઇ હતી. જ્યારે 6 વર્ષનાં ચૂંડા અને 4 વર્ષનાં દલસુખને હાથમાં લઇ પાણીમાં તરતા બે માળનાં મકાનની દિવાલ મારા ખભા પર પડતા મારી પાંસળીયો ભાંગી ગઇ હતી. ત્યારબાદ હું મારા બન્ને બાળકોની લાશને આઠ કલાક હાથમાં લઇને તરતો રહ્યોં ત્યારે લાકડું હાથમાં આવી જતા હું કિનારે આવી ગયો અને આઠ દિવસે હું ભાનમાં આવ્યો હતો. આજે મેં મારા ઘરમાં પત્નિનાં ન‍ામનું મંદિર બનાવ્યુ છે અને આજે પણ એમની યાદમાં જીવી રહ્યોં છુ.

petrol 15 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા તોફાનનાં કારણે એક જ પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા

સાવચેતી / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ તો ઘટ્યા પણ મોતનો આંક હજુ પણ 4 હજારને પાર

અમારા પરિવારના કુલ 23 સભ્યો તે સમયે કંડલા મજૂરી કામ અર્થે ગયા હતા. આ વિનાશક વાવાઝોડામાં મારા બે દિકરા, દિકરાની વહુઓ અને નાના-નાના ભુલકાઓ મળી પરિવારના કુલ 16 સભ્યો દરિયાઇ મોજામાં જીવતા તણાઇ ગયા હતા અને મારા પાંચ દિકરા રાયસીંગ, કાનો, જાદવ, જેસીંગ અને સલો 7 થી 8 કલાક પાણીમાં તરીને માંડ જીવતા બચ્યા હતા. આ દરિયાઇ મોજામાં મોતને ભેટેલા 16 સભ્યોમાંથી માત્ર 4 જણાની લાશ જ અમને મળી શકી હતી. કંડલાના વિનાશક વાવાઝોડામાં હિંમતપુરા ગામના કોપણીયા પરિવારના પતિ-પત્નિ, બે બાળકો અને બે બાળકીઓ દરિયાઇ પાણીમાં સ્વાહા થઇ ગયા હતા. જેમાં પ્રહલાદભાઇ કોપણીયા, સમજુબેન કોપણીયા, સુખીબેન, મહેશ, જ્યોત્સનાબેન અને ટીનુબેન કોપણીયા અેક સાથે મોતને ભેંટતા હાલમાં એક પણ સભ્ય વિનાનું કોપણીયા પરિવારનું મકાન ભેંકાર ભાસે છે. જ્યારે હિંમતપુરા ગામના સવજીભાઇ વીહાભાઇ પાટડીયા માત્ર કંડલા બંદર જોવા જતા વાવાઝોડાંની ઝપટમાં આવી જતા અકાળે મોતને ભેટ્યાં હતા.

s 3 0 00 00 00 1 23 વર્ષ પહેલા કંડલામાં આવેલા તોફાનનાં કારણે એક જ પરિવારનાં 16 સભ્યો જીવતા દરિયામાં હોમાયા હતા