Not Set/ બે’લગામ મધુ શ્રીવાસ્તવ અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનું નિવેદન : રૂપાણીજીએ હેલિકોપ્ટર નહીં ફાયર ફાઇટર લેવાની જરૂર હતી

MLA મધુ શ્રીવાસ્તવની ગુંડાગીરી અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનું નિવેદન : રૂપાણીજીએ હેલિકોપ્ટર નહીં ફાયર ફાઇટર લેવાની જરૂર હતી ભાજપે રાજકારણ અને અપરાધિકારણનું સંયોજન કર્યું અધિકારીને લાફા મારવાની વાત કરવી તે ક્રિમિનલ ઓફેન્સ છે મધુભાઈએ ભાજપના લમણે બંદૂક મૂકીને જ ટીકીટ લીધી હતી રૂપાણીજીએ હેલિકોપ્ટર નહીં ફાયર ફાઇટર લેવાની જરૂર હતી વડોદરાના વાઘોડીયાના ભાજપનાં બે’લગામ ધારાસભ્ય મધુ […]

Ahmedabad Gujarat
જયરાજ સિંહ બે'લગામ મધુ શ્રીવાસ્તવ અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનું નિવેદન : રૂપાણીજીએ હેલિકોપ્ટર નહીં ફાયર ફાઇટર લેવાની જરૂર હતી

MLA મધુ શ્રીવાસ્તવની ગુંડાગીરી અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનું નિવેદન : રૂપાણીજીએ હેલિકોપ્ટર નહીં ફાયર ફાઇટર લેવાની જરૂર હતી

  • ભાજપે રાજકારણ અને અપરાધિકારણનું સંયોજન કર્યું
  • અધિકારીને લાફા મારવાની વાત કરવી તે ક્રિમિનલ ઓફેન્સ છે
  • મધુભાઈએ ભાજપના લમણે બંદૂક મૂકીને જ ટીકીટ લીધી હતી
  • રૂપાણીજીએ હેલિકોપ્ટર નહીં ફાયર ફાઇટર લેવાની જરૂર હતી

વડોદરાના વાઘોડીયાના ભાજપનાં બે’લગામ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના મીડિયા પર હુમલો અને અધિકારી ને ધમકી મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ ઉપરમોટા આરોપ લગાવ્યા છે. તેમને કહ્યું છે કે, અધિકારીને લાફા મારવાની વાત એ ક્રિમિનલ ઓફેન્સ છે. ધારાસભ્ય એ પ્રજન ચૂંટાયેલા પ્રતિનિધિ છે.

ભાજપમાં ભડકો/ વધુ એક ભાજપ MLA મધુ શ્રીવાસ્તવ નારાજ, અધિકારીને તમાચા મારવાથી લઈને રાજીનામુ  આપવાની ચીમકી ઉચ્ચારી

બે’લગામ મધુ શ્રીવાસ્તવ – મંતવ્ય ન્યૂઝના પત્રકાર સાથે ગાળાગાળી કરી,  કેમેરો છીનવી તોડવાનો પ્રયાસ કર્યો

આવા ધારાસભ્ય પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ .  ભાજપના ધારાસભ્યોની દરરોજ સામે આવતી નારાજગીની એક સરખી મોડેસ ઓપરેન્ડી છે.  દિલ્હીમાં લખાયેલા પ્લોટ પ્રમાણે સ્ટોરી આગળ ચાલી રહી છે.  જીતુભાઈએ થાળી વગાડીને તીડ ભગાવ્યા હતા. હવે ભાજપના MLA થાળી- વેલણ લઈને CM અને જીતુભાઈને ભગાડવા લાગ્યા છે.  ભાજપમાં જે રીતે ભડકા થયા છે તે જોતા રૂપાણીએ ફાયર ફાઇટર લેવાની જરૂર હતી.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, મધુભાઇએ ભાજપના લમણે બંદુક મુકીને જ ધારાસભ્ય પદની  ટીકીટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.