Gujarat/ પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?

લાંબા સમયથી જેની ચર્ચા હતી તે ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર કરાયું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની આ નવી ટીમમાં ઘણાં નવા નામ પણ સામે આવ્યા છે. જો પ્રદેશ ભાજપ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખની વાત કરીએ તો 7 લોકોને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે.

Top Stories Gujarat Others Trending
pjimage પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?

લાંબા સમયથી જેની ચર્ચા હતી તે ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર કરાયું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની આ નવી ટીમમાં ઘણાં નવા નામ પણ સામે આવ્યા છે. જો પ્રદેશ ભાજપ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખની વાત કરીએ તો 7 લોકોને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ

  • ગોરધન ઝડફિયા
  • જયંતિ કવાડીયા
  • મહેન્દ્રસિંહ સરવૈયા
  • નંદાજી ઠાકોર
  • કૌશલ્યાકુંવરબા પરમાર
  • જનક બગદાણાવાળા
  • વર્ષાબહેન દોશી

સંગઠનનાં પ્રદેશ મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયાને યથાવત રખાયા છે. ઉપરાંત પ્રદેશ મહામંત્રી તરીકે ભાર્ગવ ભટ્ટ, રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદભાઈ ચાવડાની પસંદગી કરાઈ છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે મહેશ કસવાલા, રઘુભાઈ હુંબલ, પંકજ ચૌધરી, શિતલબહેન સોની, ઝવેરીભાઈ ઠકરાર, નૌકાબહેન પ્રજાપતિ, જ્હાનવીબહેન વ્યાસ અને કૈલાશબહેન પરમારને પસંદ કરાયા છે. જ્યારે પ્રદેશ કોષાધ્યક્ષ પદે સુરેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ કોષાધ્યક્ષ પદે ધર્મેન્દ્ર શાહને નિમાયા છે.

સંગઠનનાં પ્રદેશ મહામંત્રી

  • ભીખુભાઈ દલસાણીયા
  • bhikhubhai dalsaniya પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?
  • ભાર્ગવ ભટ્ટ
  • bhargav bhatt bjp પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?
  • રજનીભાઈ પટેલ
  • rajani patel bjp પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?
  • પ્રદીપસિંહ વાઘેલા
  • pradipsinh vaghela પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?
  • વિનોદભાઈ ચાવડા
  • vinid chavda bjp પાટીલની પ્રદેશ ભાજપ ટીમમાં કોનો સમાવેશ ?

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નવી ટીમમાં 22 અન્ય પદાધિકારીઓનો સમાવેશ થયો છે. જેમાં 5 મહિલા પદાધિકારીઓનો સમાવેશ થયો છે. પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયા યથાવત રહ્યાં છે. નવા પદાધિકારીઓની ટીમમાં ભાર્ગવ ભટ્ટ અને પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી તરીકે મધ્યગુજરાતની જવાબદારી સોંપાય એવું માનવામાં આવે છે. જ્યારે રજની પટેલ કે જેઓ ભાજપની અગાઉની સરકારમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી રહી ચૂક્યા છે, તેઓને ઉત્તર ગુજરાતનો હવાલો સોંપાય એવું મનાય છે. લોકસભામાં સાંસદ તરીકે કચ્છનું પ્રતિનિધિત્વ કરતાં વિનોદ ચાવડાને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાય એંવું મનાય છે.

ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અગાઉ એક વ્યક્તિ – એક હોદ્દોની વાત કરી હતી. પરંતુ નવી ટીમની થયેલી નિયુક્તિમાં વિનોદ ચાવડા અપવાદ પુરવાર થયા છે. કોષાધ્યક્ષ તરીકે સુરેન્દ્ર પટેલ યથાવત રહ્યાં છે. સી આર પાટીલની નવી ટીમમાં નવસારીના શીતલ સોનીને પ્રદેશ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે, આ સિવાય દક્ષિણ ગુજરાતને પ્રતિનિધિત્વ અપાયું નહીં હોવાની પ્રતિતિ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…