Not Set/ પાડોશી યુવકે જ કરી નાંખી 8 વર્ષના માસુમની હત્યા

રાજકોટ, રાજકોટમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે.જો કે આ વખતે એક માસુમની હત્યા થઇ જવાને કારણે સનસનાટી મચી હતી.રાજકોટના સોરઠીયા વાડી રોડ પાસેથી 8 વર્ષના એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.એ પછી આ બાળકનો મૃતદેહ મળ્યો છે. પોલિસના સુત્રો કહે છે કે  આ બાળકની હત્યા તેના પાડોશીએ કરી છે.બાળકનું  અપહરણ અને હત્યા મામલે […]

Top Stories
rajkt death પાડોશી યુવકે જ કરી નાંખી 8 વર્ષના માસુમની હત્યા

રાજકોટ,

રાજકોટમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે.જો કે આ વખતે એક માસુમની હત્યા થઇ જવાને કારણે સનસનાટી મચી હતી.રાજકોટના સોરઠીયા વાડી રોડ પાસેથી 8 વર્ષના એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.એ પછી આ બાળકનો મૃતદેહ મળ્યો છે.

પોલિસના સુત્રો કહે છે કે  આ બાળકની હત્યા તેના પાડોશીએ કરી છે.બાળકનું  અપહરણ અને હત્યા મામલે પાડોશીની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટના સોરઠીયા વાડી રોડ પર આવેલા પવનપુત્ર ચોક નજીકથી બાળકનું અપહરણ થયું હતું. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા ઈમાનભાઈ બારીયાના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યાર બાદ શંકાના આધારે પાડોશીને અટકાયત કરી હતી અને પોલીસ તપાસમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી લીધી છે.

બાળક કૌટુંબિક સબંધી જૈમલભાઈના ઘેર રહેતો હતો અને છેલ્લા 7 મહિનાથી પડોશમાં રહેતાં બીટુ ઘીવરની દુકાનમાં સુવા જતો હોવાનું સામે આવ્યું છે.આ બીટુ ઘીવરે કોઇ અગમ્ય કારણોસર બાળકની હત્યા કરી નાંખી હતી. આરોપી બીટુએ બે દિવસ પહેલા જ ગળું દબાવી બાળકની હત્યા કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ બીટુની પુછપરછ ચાલુ છે અને પોલિસ હત્યાનું કારણ શોધી રહી છે.