Not Set/ ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયો પર થયો હુમલો, આસનસોલ પર ભડકી હિંસા

નવી દિલ્હી, લોકસભાની ચુંટણીનાં ચોથા ચરણની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પશ્ચિમ બંગાળનાં આસનસોલમાં હિંસા ભડકી હોવાનું સામે આવી રહ્યુ છે. આસનસોલ લોકસભા બેઠકનાં જેમુઆમાં એક મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને તૃણમુલ કોંગ્રેસનાં સમર્થકો એકબીજાની સામે આવી ગયા હતા. આ ઝગડાએ થોડી જ વારમાં હિંસાનું સ્વરૂપ લઇ લીધુ હતુ. જે થયા બાદ પોલીસને કડક કાર્યવાહી […]

Top Stories India Politics
pjimage 5 1 ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયો પર થયો હુમલો, આસનસોલ પર ભડકી હિંસા

નવી દિલ્હી,

લોકસભાની ચુંટણીનાં ચોથા ચરણની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પશ્ચિમ બંગાળનાં આસનસોલમાં હિંસા ભડકી હોવાનું સામે આવી રહ્યુ છે. આસનસોલ લોકસભા બેઠકનાં જેમુઆમાં એક મતદાન કેન્દ્રની બહાર ભાજપ અને તૃણમુલ કોંગ્રેસનાં સમર્થકો એકબીજાની સામે આવી ગયા હતા. આ ઝગડાએ થોડી જ વારમાં હિંસાનું સ્વરૂપ લઇ લીધુ હતુ. જે થયા બાદ પોલીસને કડક કાર્યવાહી કરતા લોકો પર ડડ્ડા વરસાવ્યા હતા.

આસનસોલમાં લોકસભાની બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયો અને બીજી તરફ ટીએમસીનાં ઉમેદવાર (અભિનેત્રી) મુનમુન સેન ઉભા છે. આ બેઠક પર ભાજપ અને ટીએમસી એમ બંન્ને પક્ષનાં કાર્યકરો એકબીજા સામે આવી જતા ભયંકર હિંસા જોવા મળી હતી. આ દરમિયાન ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયો હિંસાનો ભોગ બન્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. ભાજપનાં ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવતા કહ્યુ છે કે, ટીએમસીનાં કાર્યકરોએ મારી ગાડી ઉપર હુમલો કર્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, હુ સવારથી જ અલગ-અલગ મતદાન કેન્દ્ર જઇ રહ્યુ છો, પરંતુ મને જેમુઆમાં ઘેરી લેવામાં આવ્યો અને મારા ગાડીનાં કાચને પણ તોડવામા આવ્યા હતા.