રાજકોટ,
રાજકોટમાં હનીટ્રેપ મામલે પોલીસ આરોપીઓ રિમાન્ડ પર છે. આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને પોલીસ ઘટના સ્થળનું રિકન્સ્ટ્રકશન કરાવશે. જો કે હજુ પણ એક અલી નામનો શખ્સ પોલીસની પકડથી દૂર છે. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરના વૃદ્ઘનું હનીટ્રેપને લઇને મોત થયું હતું. પૈસાની લેતી દેતી મામલે આ સમગ્ર ઘટના બની હતી. જો કે પોલીસે આ આરોપીઓને પકડી પાડ્યા હતા અને પીએમ માટે મૃતદેહને મોકલ્યો હતો.
જો કે પીએમમાં આ વૃદ્ઘનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું અનુમાન બહાર આવ્યું છે. જો ચૌક્કસ માહિતી બહાર આવશે કે આ વૃદ્ઘનું હાર્ટ એટેકને કારણે મોત થયું તો પછી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે.