Not Set/ COA કમિટી દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ન્યુઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે પંડ્યા

મુંબઈ, TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ COA કમિટી દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. જો કે ત્યારબાદ હવે હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાશે. જયારે કે એલ રાહુલ ભારત A ટીમ સાથે જોડાશે, જે […]

Trending Sports
Hardik Pandya AFP 1547262118 COA કમિટી દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ન્યુઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે પંડ્યા

મુંબઈ,

TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ COA કમિટી દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. જો કે ત્યારબાદ હવે હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાશે.

જયારે કે એલ રાહુલ ભારત A ટીમ સાથે જોડાશે, જે હાલમાં ઈંગ્લેંડ સામે રમી રહી છે.

dc Cover lplauj4tkgg7e54gb3e5cmvnr7 20180619162841.Medi COA કમિટી દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ન્યુઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે પંડ્યા

BCCI દ્વારા પોતાના નિવેદનમાં જણાવ્યું, “કોઈ પણ ક્રિકેટ ખેલાડી પર તમામ પ્રકારના આરોપના મામલા સાંભળવા માટે બીસીસીઆઈને લોકપાલની જરૂરત હોય છે, પરંતુ લોકપાલની નિયુક્તિ સુપ્રીમ કોર્ટ દ્વારા લંબિત છે”.

આ કારણે COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન)નું માનવું છે કે, આ બંને ખેલાડીઓ પર જે પ્રતિબંધ લગાવાયો છે તેને તરત જ પ્રભાવથી હટાવવામાં આવે”.

આ પહેલા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાને પહેલેથી જ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા હતા

શું છે આ મામલો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

9CyS EJ COA કમિટી દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ન્યુઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે પંડ્યા
sports-harbhajan-singh-slams-hardik-pandya-kl-rahul-inappropriate-comments-women

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.