ગુજરાત/ રાજકોટ-વડોદરા બાદ શું હવે ગાંધીનગરમાંથી પણ હટાવાશે નોન-વેજની લારીઓ?

ગાંધીનગર મનપાએ પણ નોન-વેજની લારીઓને લઇને સર્વે કરવાની વાત કરી છે. આ મુદ્દે કોર્પોરેશનને અરજી મળશે ત્યારે તેના આધારે કાર્યવાહી થશે. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજકોટમાં આ મામલામાં કડક વલણ જોવા મળ્યુ હતુ.

Top Stories Gujarat Rajkot
ગાંધીનગરમાં નોનવેજની લારીઓ
  • ગાંધીનગરમાં નોનવેજની લારીઓ હટાવાશે,
  • નોનવેજની લારીઓને લઈને મનપા કરશે સર્વે,
  • કોર્પોરેશનને અરજી મળશે તો લારી હટાવશે,
  • નોનવેજ લારી હટાવાની અરજીઓ આધારે થશે કાર્યવાહી,
  • જાહેર સ્થળો પર રહેલી લારીઓનો સર્વે થશે,
  • વડોદરા, રાજકોટ બાદ ગાંધીનગરમાં થશે કાર્યવાહી

આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા હવે રાજ્યમાં રસ્તા પર ઉભી રાખવામા આવતી નોન-વેજની લારીઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પહેલા રાજકોટ પછી વડોદરા અને હવે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં આ મુદ્દાએ જોર પકડ્યુ છે.

આ પણ વાંચો – ગુજરાત / વડોદરામાં નોનવેજની લારીઓ હટાવવામાં મામલે રાજેન્દ્ર ત્રિવેદીએ જાણો શું આપ્યું નિવેદન

આપને જણાવી દઇએ કે, રસ્તે ઉભી રાખવામાં આવતી નોન-વેજની લારીઓનાં મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાનાં કડક પગલા બાદ વડોદરામાં નોન-વેજની લારીઓ હટાવવામાં આવી છે, અને હવે ગાંધીનગર મનપાએ પણ નોન-વેજની લારીઓને લઇને સર્વે કરવાની વાત કરી છે. આ મુદ્દે કોર્પોરેશનને અરજી મળશે ત્યારે તેના આધારે કાર્યવાહી થશે. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજકોટમાં આ મામલામાં કડક વલણ જોવા મળ્યુ હતુ. જે બાદ વડોદરામાં પણ જાહેરમાં નોન-વેજની લારીઓને હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે રાજ્યનાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક મોટું નિવેદન આપતા આ નિર્ણય પર મેયરને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ફૂટપાથ ઉપર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી, ફૂટપાથ રાહદારીઓ માટે છે. જાહેર રોડ પર લારીઓું દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે.  વળી તેમણે તે પણ કહ્યુ કે આ માત્ર નોનવેજની નહી પણ રસ્તે ઉભી રહેતી કોઇપણ લારી હોય તે ન ઉભી રહી શકે. તેની સીધી ઉપાડી જ લેવી પડે. તેમણે પોતાનુ મંતવ્ય આપતા કહ્યુ કે, જ્યા સુધી નોનવેજ અને વેજ પણ આવી રીતે બનતુ હોય છે જેના કારણે જાહેરમાં એનો ધૂમાડો ઉડતો હોય છે, રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવું જ પડશે.

આ પણ વાંચો – ટેસ્ટ ક્રિકેટ ટીમની જાહેરાત / ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ટીમની ભારતે કરી જાહેરાત,આ ખેલાડીઓને મળશે આરામ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજકોટમાં પણ આ મુદ્દે રાજકોટ મહાનગર પાલિકાએ એક્શનમાં આવી હતી. રાજકોટ મનપાનાં ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ સપાટો બોલાવતા ફૂલછાબ ચોકમાંથી ઈંડા-નોનવેજની તમામ લારીઓ કબ્જે કરવામાં આવી છે. જગ્યા રોકાણ શાખાને સાથે રાખી ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ આ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી અંગે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ કહ્યું કે ફૂલછાબ ચોકમાં હવે નોનવેજ લારીઓ જોવા નહીં મળે. આ માટે અઠવાડિયામાં એક વાર સઘન તપાસ કરવામાં આવશે. જો ફરી લારી-ગલ્લા ખડકી દેવામાં આવશે તો ફરી કબ્જે કરી લઈશું. પણ આ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહિ. શહેરના મેઇન રોડ પર આ પ્રકારની ગંદકી ચલાવી લેવામાં આવશે નહીં.