ધરપકડ/ છત્તીસગઢમાં પોલીસ અને CRPFને મોટી સફળતા 8 નકસલીઓની કરી ધરપકડ

સુકમા પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે ‘રેડ ટેરર’ સામે મોટી સફળતા મેળવીને 8 નક્સલવાદીઓની ધરપકડ કરી છે. જેમાં તમામ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

Top Stories India
aaaaa છત્તીસગઢમાં પોલીસ અને CRPFને મોટી સફળતા 8 નકસલીઓની કરી ધરપકડ

દિપાવલીના ખાસ તહેવાર પર છત્તીસગઢની સુકમા પોલીસ અને CRPFની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. સુકમા પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે ‘રેડ ટેરર’ સામે મોટી સફળતા મેળવીને 8 નક્સલવાદીઓની ધરપકડ કરી છે. જેમાં તમામ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંયુક્ત ટીમે મોરપલ્લી વિસ્તારમાંથી 8 નક્સલવાદીઓની ધરપકડ કરી છે, જેમાં 8 લાખ અને 5 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે બેનો સમાવેશ થાય છે. જેમાં કાવસી રાજુને 8 લાખનું ઈનામ અને કલમુ માડાને 5 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય તમામ પર 1-1 લાખનું ઈનામ હતું.

એસપીના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલા 2 નવેમ્બરના રોજ સુરક્ષા દળોના જવાનો નક્સલવાદી ગતિવિધિઓને રોકવા માટે સર્ચ પર નીકળ્યા હતા. આ દરમિયાન તે નક્સલી જોવા મળ્યા હતા આ પછી સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી અને તમામની ધરપકડ કરી લીધી. નક્સલવાદીઓ પાસેથી IED, વિસ્ફોટકો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે. પોલીસનું કહેવું છે કે નક્સલવાદીઓનું નિશાન પોલીસ કર્મચારીઓ હતા. હાલ તેમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.