રાજ્યમાં હવે નોનવેજની લારીઓને લઇને ચર્ચાઓ તેજ બનતી જાય છે. જણાવી દઇએ કે, રાજકોટ કોર્પોરેશનનાં માર્ગે હવે વડોદરા કોર્પોરેશન પણ નિકળી પડ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગગ કમિટીનાં ચેરમેન દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે, 10 દિવસનાં સમયમાં નોનવેજની લારીઓ હટાવવામાં આવે. આ પ્રકારનો નિર્ણય અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો – મુંબઈમાં ફરી લાગી આગ / માનખુર્દના મંડલા ભંગાર ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે
આપને જણાવી દઇએ કે, આવનારા દિવસોમાં જો તમને રસ્તાઓ પર નોનવેજ-આમલેટની લારીઓ ન જોવા મળે તો નવાઇ નહી. હવે આ મામલાએ હવા પકડવાનું શરૂ કરી દીધુ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્થાયી સમિતિ અધ્યક્ષએ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે. આ મામલે ડો. હિતેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખુલ્લામાં નોનવેજ વેચાતુ તે સ્વાસ્થ માટે નુકશાન કારક છે. તથા આને કારણે લાગણી પણ દુભાય તેવી શક્યતાઓ છે. હવે આ મામલે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ફૂટપાથ ઉપર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી, ફૂટપાથ રાહદારીઓ માટે છે. જાહેર રોડ પર લારીઓું દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વળી તેમણે તે પણ કહ્યુ કે આ માત્ર નોનવેજની નહી પણ રસ્તે ઉભી રહેતી કોઇપણ લારી હોય તે ન ઉભી રહી શકે. તેની સીધી ઉપાડી જ લેવી પડે. તેમણે પોતાનુ મંતવ્ય આપતા કહ્યુ કે, જ્યા સુધી નોનવેજ અને વેજ પણ આવી રીતે બનતુ હોય છે જેના કારણે જાહેરમાં એનો ધૂમાડો ઉડતો હોય છે, રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવું જ પડશે. આ મામલે તેમણે રાજકોટ અને વડોદરા શહેરનાં મેયરને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો – કેન્દ્રનો સુપ્રીમમાં જવાબ / ચીન તથા ભારત વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું તો? ચારધામ પ્રોજેક્ટ મુદ્દે કેન્દ્રનો SCમાં જવાબ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજકોટમાં પણ આ મુદ્દે રાજકોટ મહાનગર પાલિકાએ એક્શનમાં આવી હતી. રાજકોટ મનપાનાં ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ સપાટો બોલાવતા ફૂલછાબ ચોકમાંથી ઈંડા-નોનવેજની તમામ લારીઓ કબ્જે કરવામાં આવી છે. જગ્યા રોકાણ શાખાને સાથે રાખી ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ આ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી અંગે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ કહ્યું કે ફૂલછાબ ચોકમાં હવે નોનવેજ લારીઓ જોવા નહીં મળે. આ માટે અઠવાડિયામાં એક વાર સઘન તપાસ કરવામાં આવશે. જો ફરી લારી-ગલ્લા ખડકી દેવામાં આવશે તો ફરી કબ્જે કરી લઈશું. પણ આ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહિ. શહેરના મેઇન રોડ પર આ પ્રકારની ગંદકી ચલાવી લેવામાં આવશે નહીં.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
