Not Set/ માનખુર્દના મંડલા ભંગાર ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે

મુંબઈમાં માનખુર્દના મંડાલા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં આજે સવારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 12 ફાયર એન્જિન અને 10 ટેન્કર….

Top Stories India
માનખુર્દના

મુંબઈના માનખુર્દના મંડલા ભંગાર માર્કેટના એક ગોડાઉમાં ભીષણ આગ લાગી છે. આગના સમાચાર મળતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ આગમાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો : પશ્વિમ બંગાળની આ એકટ્રેસે ભાજપ છોડી દીધી,BJPએ કહ્યું કોઇ ફરક પડતો નથી

નોંધનીય છે કે માનખુર્દ વિસ્તારના મંડલા ભંગાર માર્કેટમાં આગ લાગવાથી ઘણું નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આગના કારણે ઘણા ઘરો બળીને ખાખ થઈ ગયા છે. ત્રણથી ચાર ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હોવાનું પણ કહેવાય છે. આગના સમાચાર બાદ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, આ આગ સવારે ત્રણ વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ સહિત 150 ફાયર ટેન્ડર સ્થળ પર, 10 ટેન્કરો આગ ઓલવવામાં રોકાયેલા છે. આ પહેલા ગુરુવારે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં 16 માળની કનકિયા પેરિસ ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે.

આ પણ વાંચો : પંજાબ વિધાનસભામાં BSFના અધિકારક્ષેત્ર વધારવાના નોટિફિકેશન વિરુદ્વ સર્વાનુમતે ઠરાવ પસાર

મુંબઈના મુખ્ય ફાયર અધિકારી હેમંત પરબે  જણાવ્યું હતું કે, ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં 12 ફાયર એન્જિન અને 10 ટેન્કર આગ બૂઝવવાની કામગીરીમાં લાગ્યા છે. જોકે, અત્યારે આગના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોય તેવું જાણવા નથી મળ્યું. જ્યારે આગનું કારણ પણ જાણવા નથી મળ્યું.

તો બીજીબાજુ મોડી રાત્રે દિલ્હીના કડકડડૂમા મેટ્રો સ્ટેશન પાસે આવેલા ઋષભ ટાવરના છઠ્ઠા માળે પણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરની 14 ગાડીઓના પ્રયાસોથી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

આ પણ વાંચો :OICના રાજદૂત POK પહોંચ્યા, ભારતે ક્હ્યું આતંરિક મામલો હસ્તક્ષેપ ન કરે

આ પણ વાંચો :પેન્ટાગોનના રિપોર્ટ મામલે ભારતે ચીનને શું કહ્યું તે જાણો…

આ પણ વાંચો :દેશમાં અત્યાર સુધીમાં રસીના 110.74 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા,કોરોનાને નાબૂદ કરવા અભિયાન