Big Statement/ ભગવાન રામને લઈને ફારુક અબ્દુલ્લાએ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત..

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે અલ્લાહે ભગવાન રામને મોકલ્યા છે

Top Stories India
Big Statement

Big Statement: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અલ્લાહે ભગવાન રામને મોકલ્યા છે. નેશનલ કોન્ફરન્સના વડાએ કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. આને તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ દરેકના છે પછી ભલે તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિયન તે દરેકના છે.

ઉધમપુરમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે જેમ અલ્લાહ બધાના (Big Statement) ભગવાન છે, માત્ર મુસ્લિમો જ નહીં, તેવી જ રીતે ભગવાન રામ પણ બધાના છે. આ લોકો જે તમારી સામે રામના પૂજારી બનીને આવે છે, તેઓ રામને વેચવા માગે છે. તેઓ વેબકૂફ લોકો છે. તેમને રામ માટે કોઈ પ્રેમ નથી, તે માત્ર સરકારને પ્રેમ કરે છે. વાસ્તવમાં ફારુક અબ્દુલ્લા આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા હતા.

 જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ ચૂંટણીની જાહેરાતને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે રામ દરેકના છે. તેઓ રામને વેચવા માંગે છે પરંતુ તેઓ રામને પ્રેમ કરતા નથી. તેઓ કોઈપણ ભોગે સત્તામાં રહેવા માંગે છે.