મુલાકાત/ નવીન પટનાયકને મળ્યા મમતા બેનર્જી, મુલાકાત બાદ જાણો શું કહ્યું..

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા અને વિવિધ મોરચા પર ચર્ચા વચ્ચે ગુરુવારે (23 માર્ચ) ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી

Top Stories India
Mamata Meets Patnaik

Mamata Meets Patnaik: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતા અને વિવિધ મોરચા પર ચર્ચા વચ્ચે ગુરુવારે (23 માર્ચ) ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી. ભુવનેશ્વરમાં બીજુ જનતા દળ (બીજેડી)ના પ્રમુખ પટનાયકને મળ્યા બાદ મમતાએ કહ્યું કે અમે સંઘીય માળખાને મજબૂત, કાયમી બનાવવાનો સંકલ્પ કર્યો છે.

જ્યારે પટનાયકે કહ્યું, “તે એક સૌજન્યપૂર્ણ બેઠક હતી. ગંભીર (Mamata Meets Patnaik) રાજકીય બાબતો પર કોઈ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ ન હતી. અમારી ખૂબ જૂની મિત્રતા છે.” બંને નેતાઓએ 2024ની લોકસભા ચૂંટણી માટે ત્રીજા મોરચા અથવા પ્રાદેશિક ગઠબંધનની સંભાવના અંગેના પ્રશ્નોને બાજુ પર રાખ્યા હતા.

આ પહેલા બેનર્જી પટનાયકના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં ઓડિશાના મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો ઝભ્ભો ચઢાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોને ત્રણ રથની પ્રતિકૃતિ પણ અર્પણ કરી હતી. બેનર્જીએ પટનાયકને શાલ અર્પણ કરી હતી.

નોંધનીય છે કે આ પહેલા બુધવારે, મમતા બેનર્જીએ પુરીમાં રહેવા માટે આવતા લોકો માટે ‘બંગાલ નિવાસ’ના નિર્માણ માટે શ્રી જગન્નાથ મંદિર પાસે એક પ્લોટ પસંદ કર્યો હતો. આ જમીન પુરી-બ્રહ્મગીરી રોડ પર ગિરાલા ખાતે 12મી સદીના મંદિરથી 20 મિનિટ દૂર છે.

Meetings/ શરદ પવારના ઘરે મળી વિપક્ષી નેતાઓની બેઠક, TMCએ ન લીધી ભાગ, આ સંદર્ભે કરવામાં આવી ચર્ચા

Cricket/ IPL 2023 પહેલા ગુજરાત ટાઇટન્સની જાહેરાત, હાર્દિક બાદ આ ખેલાડી બનશે કેપ્ટન!