Cricket/ IPL 2023 પહેલા ગુજરાત ટાઇટન્સની જાહેરાત, હાર્દિક બાદ આ ખેલાડી બનશે કેપ્ટન!

IPL 2023 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ ટૂર્નામેન્ટને લઈને લગભગ તમામ ટીમોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાની…

Top Stories Sports
Gujarat Titans announcement

Gujarat Titans announcement: IPL 2023 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ ટૂર્નામેન્ટને લઈને લગભગ તમામ ટીમોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 31 માર્ચે આમને-સામને થશે. હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે ગયા વર્ષે IPLનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં હાર્દિક લાંબા સમય સુધી ગુજરાતનો કેપ્ટન રહેશે. પરંતુ આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ એવું નિવેદન આપ્યું છે જે સાંભળીને હાર્દિક ખુશ નહીં થાય.

વિક્રમ સોલંકીનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર ઓપનર શુભમન ગિલમાં ક્રિકેટની સમજ છે અને તે ભવિષ્યમાં ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કરી શકે છે. ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં ગિલનું મહત્ત્વનું યોગદાન હતું. ગિલ હાલમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે. તેણે છેલ્લા કેટલાક મહિનામાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2023માં પણ હાર્દિક પંડ્યા ગુજરાતનું નેતૃત્વ કરશે પરંતુ ટીમ મેનેજમેન્ટ ગિલને ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહ્યું છે.

ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, “ગિલ પોતાની જાતમાં એક લીડર છે અને પોતાની જાત પર ઘણી જવાબદારી લે છે. તેણે ગયા વર્ષથી તેના કામના વલણ, વર્તન અને રમત પ્રત્યેની તેની કુશળતાથી નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તેણે આગળ કહ્યું કે, ‘શું ગિલ ભવિષ્યમાં કેપ્ટન બનશે? મારો જવાબ હા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેની પાસે નેતૃત્વના ગુણો છે અને તે ખૂબ જ પરિપક્વ અને પ્રતિભાશાળી છે. ગિલ ક્રિકેટની સારી સમજ ધરાવે છે. અમે તેમની સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખીશું અને મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો અભિપ્રાય જાણવા માંગીએ છીએ.

આ પણ વાંચો: Banking Crisis/ બેન્કિંગ કટોકટી ન ઉકેલાઈ તો અમેરિકાની 110 બેન્કનો ધબડકો થઈ શકે

આ પણ વાંચો: Rahul Gandhi/ રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા જે કાગળ ફાડ્યું તે આજે તેમના માટે વરદાન સાબિત હોતઃ વકીલ

આ પણ વાંચો: Cricket/ રોહિત શર્માનું IPLમાં ખેલાડીઓની ઈજાને લઈને ચોંકાવનારું નિવેદન

આ પણ વાંચો: PM Modi/ PM મોદીની ઓછી ઊંઘ પર કેજરીવાલે કહ્યું – તેઓ બીમાર છે ડોક્ટરને બતાવો