Not Set/ ઝઘડિયા લીલો દુકાળ : નર્મદાના પાણી સીમમાં પ્રવેશતા, કેળનો પાક પાણીમાં ગરકાવ

ભરૂચના ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં આવેલા મુલદ, ગોવાલી અને માંડવા ગામની સીમમાં પૂરના પાણી ભરાતા કેળ અને શેરડીના પાકને ભારે નુક્સાન થયું છે. અને આ વિસ્તારના ખેડૂતોને લાખોનું નુકશાન જતાં કપરી સ્થિતિમાં મૂકાયા છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 119 ટકા વરસાદ વરસ્યો […]

Top Stories Gujarat Others
જગડિયા 1 ઝઘડિયા લીલો દુકાળ : નર્મદાના પાણી સીમમાં પ્રવેશતા, કેળનો પાક પાણીમાં ગરકાવ

ભરૂચના ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે ઝઘડિયાના કાંઠા વિસ્તારમાં આવેલા મુલદ, ગોવાલી અને માંડવા ગામની સીમમાં પૂરના પાણી ભરાતા કેળ અને શેરડીના પાકને ભારે નુક્સાન થયું છે. અને આ વિસ્તારના ખેડૂતોને લાખોનું નુકશાન જતાં કપરી સ્થિતિમાં મૂકાયા છે.

zaghadiya ઝઘડિયા લીલો દુકાળ : નર્મદાના પાણી સીમમાં પ્રવેશતા, કેળનો પાક પાણીમાં ગરકાવ

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 119 ટકા વરસાદ વરસ્યો હતો અને ભરૂચમાં 156 ટકા જેટલો વરસાદ પડ્તા નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે.  જેને લઈને નર્મદાનું પાણી છોડાતા આસપાસના કાંઠા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હાલ તો ખેડૂતોને પાક નિષ્ફળ જતા માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોની સીમમાં પુરના પાણી ફરી વળતા ઉભા પાક ને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. મુલદ, ગોવાલી, માંડવા ગામની સીમમાં ખેતરોમાં ભરાયેલા પુરના પાણીના કારણે કેળ, પપૈયા, શાકભાજી તેમજ શેરડી ના પાક ને નુકશાન થતા ખેડૂતો કપરી સ્થિતિ માં મુકાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.