Gujarat Assembly Election 2022/ અમરેલી બેઠક પર ભાજપનો થયો હતો પરાજય, આ વખતે મુકાબલો રહેશે રસપ્રદ

અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
અમરેલી

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની 182 બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની અમરેલી વિધાનસભા બેઠક પરનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી બેઠક પર જીત મેળવી હતી. આ બેઠક પર પ્રથમ તબક્કામાં એટલે કે 1 ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

અમરેલીમાંથી આ વખતે કોની કોની સાથે સ્પર્ધા છે

આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે આ વખતે પોતાના વર્તમાન ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે અમરેલીમાંથી કૌશિકભાઈ વેકરીયા ટિકિટ આપી છે. છેલ્લી વખત આ બેઠક પરથી ભાજપ બાવકુભાઈ ઉધાડ ચૂંટણી લડ્યા હતા જેઓ જંગી માર્જિનથી હારી ગયા હતા. આ સિવાય આમ આદમી પાર્ટીએ આ સીટ પરથી રવિ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા છે.

આ વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા. આ સાથે જ અન્ય દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ પણ અમરેલીની જ દેન છે. અમરેલી બેઠક અંતર્ગત  શહેર, અમરેલી તાલુકો અને કંકુ વાડિયા તાલુકાનો સમાવેશ થાય છે.

એટલે કે માત્ર શહેર નહીં, પરંતુ અમરેલી તાલુકા અને કુંકાવાવ વડીયાના કેટલાક ભાગનો સમાવેશ કરતી આ સીટ છે. એક નગરપાલિકા અને બે તાલુકા પંચાયત આ સીટમાં આવેલી છે.

ગત વખતે અમરેલી બેઠકનું શું પરિણામ આવ્યું?

આ વિધાનસભા મતવિસ્તાર ગુજરાતના અમરેલી જિલ્લા હેઠળ આવે છે. 2017માં અમરેલીમાં કુલ 51.25 ટકા મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ મોટી જીત નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીના બાવકુભાઈ ઉધાડને INCના ધાનાણીએ 12029 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

આ પણ વાંચો:2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

આ પણ વાંચો:અમરાઈવાડી વિધાનસભા બેઠક, શું ભાજપનો વિજય રથ રોકી શકશે કોંગ્રેસ!

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની નજર દક્ષિણ પર, જાણો શું છે પ્લાન

આ પણ વાંચો:મતદાન મથકની ખબર નથી..વોટર સ્લીપ પણ મળી નથી..તો અહીંથી મેળવો માહિતી