Not Set/ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં નો-રીપીટ થિયરી BJP માટે કપરા ચઢાણ સમાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે કશ્મકશ બની રહે એવી સ્થિતિનું સર્જન થયું છે. કોંગ્રેસને ઉમેદવાર શોધવાની કવાયત પણ ભારે પડી છે…

Top Stories Gujarat Others
Untitled 1 11 ગાંધીનગર મનપાની ચૂંટણીમાં નો-રીપીટ થિયરી BJP માટે કપરા ચઢાણ સમાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે કશ્મકશ બની રહે એવી સ્થિતિનું સર્જન થયું છે. કોંગ્રેસને ઉમેદવાર શોધવાની કવાયત પણ ભારે પડી છે ત્યારે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા પછી આંતરિક ગણગણાટ શરૂ થતાં મનપાની ચૂંટણી જીતવી ભાજપ માટે પણ કપરા ચઢાણ પુરવાર થશે.

ફાંસી / આ BJP કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો, અહીં ચૂંટણી ટાણે જ ખેલાયો ખૂની ખેલ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 18-એપ્રિલે યોજાશે. મનપામાં હાલ 8 વોર્ડ અને 32 બેઠકોનું બોર્ડ અસ્તિત્વમાં છે. જેની મુદત મે મહિનામાં પૂર્ણ થતાં સામાન્ય ચૂંટણી યોજવામાં આવી રહી છે. ચૂંટણીપંચ દ્વારા થયેલાં નવાસીમાંકન પ્રમાણે વસતી આધારે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ શહેરમાં કરાતાં હવે 11 વોર્ડ અને 44 બેઠકોની ચૂંટણી યોજાશે. વર્તમાન બોર્ડમાં 32 સભ્યો પૈકી 17 સભ્યો ભાજપ અને 12 સભ્યો કોંગ્રેસનાં જનતાનાં પ્રતિનિધિ તરીકે કોર્પોરેશનમાં પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. જ્યારે ભાજપનાં રીટા પટેલ મેયર તરીકે મનપાનું સૂકાન સંભાળી રહ્યાં છે. હવે આ મનપાની ચૂંટણીમાં મેયર સાહેબા સામે ભાજપનાં સ્થાનિકસ્તરેથી નારાજગી સામે આવી છે. તો સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન દેવેન્દ્રસિંહ સહિત ભાજપનાં વર્તમાન કોર્પોરેટર પૈકી કોઇને પણ રીપીટ કરવામાં આવ્યા નથી. જ્યારે તમામ 11 વોર્ડમાં 44 નવા ચહેરા અને કાર્યકર્તાને સ્થાન આપવામાં આવ્યું છે.

બોલિવૂડને લાગ્યું ગ્રહણ / અભિનેત્રી અને ચંદીગઢનાં સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર, મુંબઈમાં ચાલી રહી છે સારવાર

પરિણામે વર્તમાન કોર્પોરેટર તરીકે રહેલાં ભાજપનાં સભ્યોમાં ટિકિટ ફરી નહીં મળ્યાનો ગણગણાટ શરૂ થયો છે. જે મનપાની ચૂંટણી પર પણ અસર પાડી શકે છે. ગાંધીનગર મનપામાં ભાજપ સ્પષ્ટ બહુમતીથી આજદિન સુધી સત્તા રચી શક્યો નથી. પરંતુ કોંગ્રેસનાં અસંતોષનો સીધો લાભ ભાજપે મેળવી તડ-જોડનું રાજકારણ અજમાવી સત્તા હસ્તગત કરવામાં સફળતા મેળવી છે. ત્યારે હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ પણ સત્તા હસ્તગત કરવામાં આગવી રણનીતિ અપનાવી પ્રદેશ નેતાનાં માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યાં છે. એ જ કારણે ઉમેદવારો જાહેર કરવામાં પણ કોંગ્રેસે 15 ઉમેદવારોની ગુપ્ત રાહે પસંદગી કરી સીધા ફોર્મ ભરવા જાય એ રણનીતિ અપનાવી છે. હવે ભાજપ-કોંગ્રેસની રણનીતિમાં ચૂંટણીમાં જીત મેળવવાથી શરૂ કરીને મેયરપદ સુધી પહોંચવામાં કયો પક્ષ સફળ થશે તે 18-મી-એ મતદારો નક્કી કરશે. તો ગાંધીનગરનાં મતદારોનો મિજાજ પણ આ ચૂંટણી નહીં યોજવા માટેનો છે. ત્યારે હવે મતદારોનાં મતદાનનાં ઝોક પર પણ ગાંધીનગર મહાનગરપાલિકાનાં પરિણામનો આધાર રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ