Not Set/ કૉંગ્રેસના બે મોટા નેતાઓએ કહ્યું: મોદીને વિલન તરીકે ચીતરવા એ ખોટું છે..

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ તેમના સાથી જયરામ રમેશને સમર્થન આપતાં શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખલનાયક તરીકે રજૂ કરવા તે ખોટું છે અને તેમ કરીને, વિપક્ષ તેમની એક રીતે મદદ કરે છે. સિંઘવીએ શુક્રવારે સવારે જયરામ રમેશના નિવેદનને ટ્વીટ દ્વારા સમર્થન આપ્યું હતું. સિંઘવીએ રમેશના નિવેદનના ટાંકીને ટ્વીટ કર્યું હતું કે, “મેં હંમેશાં કહ્યું છે કે […]

Top Stories India
aaaaamap 4 કૉંગ્રેસના બે મોટા નેતાઓએ કહ્યું: મોદીને વિલન તરીકે ચીતરવા એ ખોટું છે..

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ તેમના સાથી જયરામ રમેશને સમર્થન આપતાં શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખલનાયક તરીકે રજૂ કરવા તે ખોટું છે અને તેમ કરીને, વિપક્ષ તેમની એક રીતે મદદ કરે છે. સિંઘવીએ શુક્રવારે સવારે જયરામ રમેશના નિવેદનને ટ્વીટ દ્વારા સમર્થન આપ્યું હતું.

સિંઘવીએ રમેશના નિવેદનના ટાંકીને ટ્વીટ કર્યું હતું કે, “મેં હંમેશાં કહ્યું છે કે મોદીને વિલન તરીકે રજૂ કરવા તે ખોટું છે. એટલા માટે જ નહીં કે તેઓ દેશના વડાપ્રધાન છે, પરંતુ આવું કહીને વિપક્ષ તેમને એક રીતે મદદ કરે છે.

તેમણે કહ્યું,” કાર્ય હંમેશાં સારું,ખરાબ અથવા નકામું નથી હોતું. કાર્યનું મૂલ્યાંકન મુદ્દાઓના આધારે નહીં, પરંતુ વ્યક્તિ પર થવું જોઈએ. જેમ કે ઉજ્જવલા યોજના પણ થોડા સારા કાર્યોમાંની એક છે. “

કોંગ્રેસના નેતા જયરામ રમેશે બુધવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાસનનું મોડેલ ‘સંપૂર્ણપણે નકારાત્મક’ નથી અને તેમના કાર્યના મહત્વને સ્વીકાર નથી કરતાં અને તેમને ખલનાયકની જેમ રજૂ કરીને કંઈ પણ પ્રાપ્ત થશે નહીં.

એક પુસ્તકના વિમોચન પ્રસંગે રમેશે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે મોદીના કાર્યનું મહત્વ અને તેઓએ વર્ષ 2014 અને 2019 ની વચ્ચે શું કર્યું, તે સમજીએ, જેના કારણે તેઓ સત્તા પર પાછા ફર્યા. આને કારણે 30 ટકા મતદારોએ સત્તા પરત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.