ઈરાકની એક યુનિવર્સિટીમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. માહિતી અનુસાર ઉત્તરી ઈરાક યુનિવર્સિટીના ડોર્મિટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. જાણકારી અનુસાર, કુર્દિસ્તાન ક્ષેત્રના એરબિલ પ્રાંતના સોરાન શહેરમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા અને 18 લોકો દાઝી ગયા હતા.
શોર્ટ સર્કિટના કારણે આગ
સોરન આરોગ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગ પ્રથમ ત્રીજા અને ચોથા માળે લાગી હતી, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રહેતા હતા. આ પછી આગ આખી પાંચ માળની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાય છે.
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મૃતકોમાં કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે. આગમાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર ચાલી રહી છે. કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેથી એવું માનવામાં આવે છે કે મૃત્યુઆંક પણ વધી શકે છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવી દેવાયો