ચક્રવાત/ બિપરજોય વાવાઝોડું અંતરિક્ષથી આવું જોવાય છે,જુઓ વીડિયો

ચક્રવાત બિપરજોય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે

Top Stories Trending
12 10 બિપરજોય વાવાઝોડું અંતરિક્ષથી આવું જોવાય છે,જુઓ વીડિયો

ચક્રવાત બિપરજોય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. અગાઉ, સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં ખસેડ્યા છે.બિપોરજોય વાવાઝોડું આવતીકાલે એટલે કે 15મી જૂનના રોજ મોડી સાંજે એટલે કે 9 દિવસ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાઈ શકે છે. એવામાં બિપોરજોય વાવાઝોડાનો આકાશમાં 400 કિમી ઉપરથી લેવામાં આવેલો  વીડિયો સામે આવ્યો છે.

 

 

 

 

ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર તૈનાત UAEના અંતરીક્ષ યાત્રી સુલ્તાન અલ નેયાદીએ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાનો વીડિયો શેર કર્યો છે. 4:30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું કેટલું વિકરાળ છે. જે ધીમે-ધીમે ગુજરાત અને પાકિસ્તાનના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

 

સુલ્તાન અલ નેયાદીના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યાં છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, નેયાદી પોતાના કેમેરાને જમીનથી દરિયા સુધી ઝૂમ કરે છે. વીડિયોમાં દરિયાની ઉપર ગાઢ વાદળો જોઈ શકાય છે, જેના કારણે દરિયો પણ ઢંકાઈ જાય છે.આટલી ઊંચાઈથી બિપોરજોય વાવાઝોડાને જોવાનો એક અલગ જ અનુભવ છે. આ વાવાઝોડુ છેલ્લા ઘણા સમયથી અરબી સમુદ્રમાં સર્જાયેલું હતુ. પહેલા એવું અનુમાન હતું કે, તે ભારતના દરિયા કાંઠે નહીં ટકરાય, પરંતુ ધીમે-ધીમે વાવાઝોડાએ દિશા બદલી અને તે ગુજરાતના કાંઠા તરફ વધી ગયુ. જે આવતી કાલે લેન્ડફોલ થઈ શકે છે.