Not Set/ “ગુડ ન્યુઝ” : સર્વોદય એક્સપ્રેસ ટ્રેનનો ગાંધીધામ સુધી વિસ્તાર કરવા માટે કરાયો નિર્ણય

અમદાવાદ,  ભારત સરકારમાં રેલ મંત્રી પિયુષ ગોયલની પહેલ પર રેલ મંત્રાલય દ્વારા ટ્રેન નં. 12473 / 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસને ગાંધીધામ સુધી વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન પહેલા અમદાવાદ અને કટરા સ્ટેશન સુધી દોડતી હતી. જો કે હવે ટ્રેનનું વિસ્તરણ થયા બાળા અમદાવાદ – ગાંધીધામ સ્ટેશનો વચ્ચે આ ટ્રેન […]

Ahmedabad Top Stories Gujarat Others Trending
indian railways1 "ગુડ ન્યુઝ" : સર્વોદય એક્સપ્રેસ ટ્રેનનો ગાંધીધામ સુધી વિસ્તાર કરવા માટે કરાયો નિર્ણય

અમદાવાદ, 

ભારત સરકારમાં રેલ મંત્રી પિયુષ ગોયલની પહેલ પર રેલ મંત્રાલય દ્વારા ટ્રેન નં. 12473 / 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસને ગાંધીધામ સુધી વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેન પહેલા અમદાવાદ અને કટરા સ્ટેશન સુધી દોડતી હતી. જો કે હવે ટ્રેનનું વિસ્તરણ થયા બાળા અમદાવાદ – ગાંધીધામ સ્ટેશનો વચ્ચે આ ટ્રેન વિરમગામ, ધ્રાંગધ્રા તથા સામાખિયાલી  સ્ટેશનો પર રોકાશે.

11188529043 69900e8e66 b "ગુડ ન્યુઝ" : સર્વોદય એક્સપ્રેસ ટ્રેનનો ગાંધીધામ સુધી વિસ્તાર કરવા માટે કરાયો નિર્ણય
gujarat-good news sarvodaya express train will be extent to Gandhidham by indian railway

આ ટ્રેનોના વિસ્તારથી ક્ષેત્રીય લોકોને લાભ થશે તથા તેમનો આવવું-જવું  સુગમ અને આરામદાયક થશે. ત્યાંજ ગાંધીધામથી દિલ્હી અને વૈષ્ણોદેવી  માટે પણ સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે.

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ બોટાદ સુધી વિસ્તારિત

બીજી બાજુ ટ્રેન નં. 79457/ 79458/ 79459/ 79460 સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ પેસેંજરને પણ બોટાદ સુધી વિસ્તારિત કરવામાં આવી છે.  સુરેન્દ્રનગરથી બોટાદની વચ્ચે આ ટ્રેન કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર ગેટ સ્ટેશનો પર રોકાશે.