Not Set/ ‘આશાપુરા’ માટે મને હજુ આશા..પરેશ ધાનાણીએ કર્યું ટ્વિટ

ગાંધીનગર, ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસને ખરીખોટી સંભળાવીને ધારાસભ્ચ પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અનેક કોગ્રેસ નેતાઓએ તેમના આ પગલાને અંગત સ્વાર્થ હોવાનું જણાવ્યું છે ત્યારે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરીને આશા પટેલને કોંગ્રેસમાં પાછા ફરવાની આડકતરી અપીલ કરી છે. તેમને લખ્યું છે કે રણચંડીના રૂપ સમાન આશાપુરા ઉપર મને […]

Top Stories Gujarat
mmo 20 'આશાપુરા' માટે મને હજુ આશા..પરેશ ધાનાણીએ કર્યું ટ્વિટ
ગાંધીનગર,
ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસને ખરીખોટી સંભળાવીને ધારાસભ્ચ પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.
અનેક કોગ્રેસ નેતાઓએ તેમના આ પગલાને અંગત સ્વાર્થ હોવાનું જણાવ્યું છે ત્યારે હવે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કરીને આશા પટેલને કોંગ્રેસમાં પાછા ફરવાની આડકતરી અપીલ કરી છે.
તેમને લખ્યું છે કે રણચંડીના રૂપ સમાન આશાપુરા ઉપર મને હજુય આશા છે, જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા ! જય જય ગરવી ગુજરાત..
આશાબેનને પાર્ટીમાં પાછા લાવવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને જવાબદારી સોંપવામાં આવી હોય, તેમ પરેશ ધાનાણીએ ટ્વિટ કરતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે.બીજી તરફ કૉંગ્રેસના જ નેતાઓ કહે છે કે આશા પટેલે ભાજપ પાસેથી કૉંગ્રેસ છોડવાના પૈસા લીધા છે.
mmo 21 'આશાપુરા' માટે મને હજુ આશા..પરેશ ધાનાણીએ કર્યું ટ્વિટ
આશા પટેલના રાજીનામાને લઈ ગુજરાત કોંગ્રેસ મંત્રી નરેન્દ્ર પટેલે મીડિયા સાથે વાત કરતા  કહ્યું કે આશાબેને 20થી 22 કરોડ રૂપિયા લઈ ભાજપ સાથે સોદો કર્યો છે અને કોંગ્રેસ તથા પાટીદારો સાથે ગદ્દારી કરી છે.
જોકે બીજી તરફ આશા પટેલે પોતે કોંગ્રેસમાંથી પાછા નહિ વળવા માટે મક્કમ મન બનાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે શનિવારે પોતાના ધારાસભ્ય પદ ઉપર રાજીનામું આપ્યું હતું