Not Set/ મહાજંગ – 2019 : નવસારી બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

નવસારી લોકસભા બેઠકનો પરિચય ગાંધીજીએ અહી દાંડીનાં દરિયાકિનારે નમક સત્યાગ્રહ કર્યો હતો તોવી ગાંધીની રાજકીય કર્મભૂમી સમાન વિસ્તારમાં ઔધોગીક વિકાસની સાથે સાથે ખેતી પણ સમૃધ્ધ જોવા મળે છે. નવસારી બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો નવસારી બેઠકમાં લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, નવસારી,  ગણદેવી(એસ.ટી) અને જલાલપોર એમ કુલ 7 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. […]

Top Stories Gujarat Others
NAVSARI મહાજંગ – 2019 : નવસારી બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

નવસારી લોકસભા બેઠકનો પરિચય ગાંધીજીએ અહી દાંડીનાં દરિયાકિનારે નમક સત્યાગ્રહ કર્યો હતો તોવી ગાંધીની રાજકીય કર્મભૂમી સમાન વિસ્તારમાં ઔધોગીક વિકાસની સાથે સાથે ખેતી પણ સમૃધ્ધ જોવા મળે છે. નવસારી બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો નવસારી બેઠકમાં લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, નવસારી,  ગણદેવી(એસ.ટી) અને જલાલપોર એમ કુલ 7 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. 2017માં આ તમામ 7 વિધાનસભા બેઠકો પર  ભાજપનો વિજય થયો હતો. નવસારી બેઠક પર કુલ મતદારોની સંખ્યા17,64,622 છે. જેમાં નવસારી બેઠકનાં જ્ઞાતિગત ગણિત જોવામાં આવેતો સૌરાષ્ટ્રનાં પટેલો, કોળી પટેલો, અનેવિલ બ્રાહ્મણો, મરાઠી, માછીમારો, મુસ્લિમનો, જૈનો, ક્ષત્રિયો, આહિરો અને અનુસુચીત જાતીનાં મતદારોનો સમાવેશ થાય છે.

navsari મહાજંગ – 2019 : નવસારી બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

આવો છે નવસારી બેઠકનો રાજકીય ઇતિહાસ

નવસારી લોકસભા બેઠક 2009નાં નવા સિમાંકનમાં અસ્તિત્વમાં આવી છે. 2009થી આ બેઠક પર સાંસદ તરીકે ભાજપનાં સી.આર. પાટીલ વિજેતા બનતા આવ્યા છે અને માટે જ આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની  લોકસભા બેઠકોમાં ભાજપ માટે સૌથી સલામત બેઠક ગણવામાં આવે છે.

નવસારી લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

pjimage 5 2 મહાજંગ – 2019 : નવસારી બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

સી.આર. પાટિલ ( ભાજપનાં ઉમેદવાર)

લોકપ્રિય સાંસદ, પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજકારણી બનેલા નેતા. 2009માં કોંગ્રેસનાં ધનસુખ રાજપૂતને 1.35 લાખ મતે  હરાવ્યા. 2014માં નરેન્દ્ર મોદી પછી સૌથી વધારે સરસાઈ સી.આર. પાટિલને મળી હતી. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનારા દેશના પ્રથમ સાંસદ છે. પાટીલે દત્તક લીધેલા ચીખલી ગામને આદર્શ ગામ બનાવ્યું

ધર્મેશ પટેલ (કોંગ્રેસ ઉમેદવાર)

વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કામગીરીનો અનુભાવ, કોંગ્રેસનાં અનેક હોદ્દા ઉપર સેવા આપી ચુક્યા છે. વિજલપોર નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સેવા આપી છે. તેમના પિતા ભીમભાઈ પટેલ (કોળી) રાજકારણમાં મોટું નામ ધરાવ છે.