Accident/ બનાસકાંઠાના ભાભરના ખારા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

બનાસકાંઠાના ભાભરા નજીક ખારા ગામમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક સાથે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ટર્ન લેતી વખતે સ્વીફ્ટકાર અને બાઇક વચ્ચે ભારે ટક્કર થઈ છે.

Gujarat Others
a 418 બનાસકાંઠાના ભાભરના ખારા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

દેશમાં અવારનવાર ઘણા લોકો બેદરકારીથી ડ્રાઈવિંગ અથવા ખરાબ રસ્તાઓ અથવા અન્ય કારણોસર માર્ગ અકસ્માતમાં પોતાનો કિંમતી જીવન ગુમાવે છે. ગુજરાતમાં પણ દરરોજ અનેક અકસ્માતો થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે કરૂણ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ભાભરા નજીક ખારા ગામમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક સાથે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ટર્ન લેતી વખતે સ્વીફ્ટકાર અને બાઇક વચ્ચે ભારે ટક્કર થઈ છે.

Government Hospital બનાસકાંઠાના ભાભરના ખારા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

આ ઘટના બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે ઘાયલોને ભાભર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જો કે ત્યાં હાજર તબીબોએ ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા.

 ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાભર અને દિયોદર હૉસ્પિટલમાં ખસેડાયા છે. એવી પણ માહિતી મળી છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. આ અકસ્માતમાં કુલ  આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…