ભાવનગર/ અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા

વિશ્વભરમાંથી કાર્ગો, ઓઈલ ટેન્કર, કન્ટેનર શિપ સહીતના જહાજો આ યાર્ડમાં ભંગાણ માટે આવે છે. ત્યારે આ વર્ષે અલંગ ખાતે સાતથી આઠ જેટલા પેસેન્જર ક્રૂઝ જહાજો ભંગાણ માટે આવ્યા હતા. જેથી પેસેન્જર જહાજ હોવાથી અહીં એન્ટિક વસ્તુઓ જોવા મળી હતી.

Gujarat Others Trending
લાલજી 6 અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા

જહાજોમાં વપરાતુ ફર્નિચર, પેઈન્ટિંગસ સહિતની એન્ટિક વસ્તુઓ નું વેચાણ અલંગ શીપયાર્ડ ખાતે ચાલી રહ્યુ છે. ત્યારે એન્ટિક વસ્તુ લેવા લોકોનો ધસરો જોવા મળી રહ્યો છે.

લાલજી 7 અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા

  • 7 પેસેન્જર શીપની વસ્તુ વેચવામાં આવી રહી છે
  • પેન્ટિંગસ, ફર્નિચર, કાપડ સહિતની વસ્તુનું વેચાણ

ભાવનગરનું અલંગ શિપ બેકિંગ યાર્ડ વિશ્વ પ્રસિદ્ધ છે. આ યાર્ડમાં વિશ્વમાંથી મહાકાય શિપ બ્રેકીંગ માટે લાવવામાં આવે છે. વિશ્વભરમાંથી કાર્ગો, ઓઈલ ટેન્કર, કન્ટેનર શિપ સહીતના જહાજો આ યાર્ડમાં ભંગાણ માટે આવે છે. ત્યારે આ વર્ષે અલંગ ખાતે સાતથી આઠ જેટલા પેસેન્જર ક્રૂઝ જહાજો ભંગાણ માટે આવ્યા હતા. જેથી પેસેન્જર જહાજ હોવાથી અહીં એન્ટિક વસ્તુઓ જોવા મળી હતી. ત્યારે આ એન્ટિક વસ્તુનું અહીં વેચાણ કરવામાં આવી રહ્યું છે. શિપમાં મોટા પ્રમાણમાં એક્સ્ટ્રા વસ્તુ રાખવામાં આવે છે. જેમાં ઘરમાં સુશોભિત કરવા માટે પેઈન્ટિંગ, ફર્નિચર,  સ્ટીલના વાસણો, કાપડ તેમજ ઘર ઉપયોગી વસ્તુ વેચવામાં આવશે.

alang અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા

માત્ર ભાવનગર થી જ નહીં સમગ્ર દેશ અને રાજ્યમાંથી લોકો અલંગ ખાતે શીપની વસ્તુઓ લેવા ખરીદવા માટે આવે છે. આ વર્ષે ક્રુઝ પેસેન્જર શીપના વધારા સાથે અલંગમાં વિદેશી વસ્તુઓ ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. અને વસ્તુઓના વેચાણ ને લઈને અલંગ ઉદ્યોગમાં પણ થોડી તેજી જોવા મળી હતી. અલંગની વસ્તુઓ વેચાણ કરતા વેપારીઓને પણ ક્રુઝ પેસેન્જર શિપને લઈને પોતાનો વેપાર ધંધા વધવાની આશા જાગી હતી.

અલંગ શીપ યાર્ડમાં દર વર્ષે અનેક જહાજોનું ભંગાણ કરવામાં આવે છે.ત્યારે એન્ટિક વસ્તુઓ લોકો ખરીદવા ઉમટ્યા છે.

જયારે વિશ્વમાં કોરોના મહામારીને લઇ લોકડાઉન જાહેર કરાયું હતું. વિશ્વમાં લોકડાઉન થી દુનિયા ઠપ થઇ ગઈ હતી. નાના મોટા તમામ વેપાર ધંધાઓ બંધ થઇ ગયા હતા. અને જેની અસર પેસેન્જર શિપ પર મોટી જોવા મળી હતી. લોકડાઉન સાથે સમગ્ર દુનિયામાં તમામ પ્રકારની પ્રવાસનની કામગીરી બંધ રહી હતી. જેને લઇને અબજો રૂપિયાના પેસેન્જર શીપ માલિકોને ભારે મુશ્કેલી પડી હતી. મસમોટા સી ધારકોએ પેસેન્જર ક્રુઝ જહાજો ભંગાણ માટે વેચવા કાઢ્યા હતા. ત્યારે ભાવનગરના અલંગ ખાતે આ વર્ષ દરમિયાન સાત થી આઠ જેટલા પેસેન્જર ક્રુઝ જહાજો ભાંગવા માટે આવ્યા હતા. પેસેન્જર જહાજોની આવક ને લઈને ભાવનગરમાં અલંગ ખાતે વિદેશી એન્ટીક વસ્તુઓ પણ વેચાણમાં જોવા મળી હતી. અલંગ વિદેશી વસ્તુઓનું ખાડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. મધ્યમ વર્ગના લોકો મોંઘીદાટ વિદેશી વસ્તુ લેવા માટે સક્ષમ હોતા નથી. તેવામાં અલંગ ખાતે વેચાણ માટે આવતી શીપની વિદેશી એન્ટિક વસ્તુઓનું વેચાણ થતા સામાન્ય લોકો પણ આ વસ્તુઓની ખરીદી કરી શકે છે. શિપમાં એક્સ્ટ્રા સંગ્રહ કરી રાખેલી વસ્તુઓ તદ્દન નવી જ લોકોને મળી રહે છે. જેમાં ઘરમાં સુશોભિત કરવા માટે પેઇન્ટિંગ, ફર્નિચર, કાચ – સ્ટીલ ના વાસણો, કાપડ તેમજ ઘર ઉપયોગી જીવન જરૂરિયાત વસ્તુ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.

રોગચાળો / અમરેલીના અરજનસુખ ગામે મચ્છર જન્ય રોગચાળાનો અજગરી ભરડો