Not Set/ ૨૦૩૦ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલિયન ડોલરની હશે : આર્થિક મામલાઓના સચિવ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી ભારતની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો જોવા મળ્યો છે તેમજ હાલમાં સામે આવેલા આંકડાઓમાં દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. ત્યારે હવે સરકાર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આવનારા ૧૨ વર્ષોમાં એટલે કે ૨૦૩૦ સુધીમાં દેશની GDP વધીને ચાર ગણી થઈ જશે”. સરકારમાં આર્થિક મામલોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે […]

Trending Business
economic growth ૨૦૩૦ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલિયન ડોલરની હશે : આર્થિક મામલાઓના સચિવ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી ભારતની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો જોવા મળ્યો છે તેમજ હાલમાં સામે આવેલા આંકડાઓમાં દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. ત્યારે હવે સરકાર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આવનારા ૧૨ વર્ષોમાં એટલે કે ૨૦૩૦ સુધીમાં દેશની GDP વધીને ચાર ગણી થઈ જશે”.

સરકારમાં આર્થિક મામલોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું, “ભારત ૨૦૩૦ સુધી ૧૦ ટ્રિલિયન ડોલરની દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે”.

indias oil import bill to go up by 25 50 bn this fiscal dea secy ૨૦૩૦ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલિયન ડોલરની હશે : આર્થિક મામલાઓના સચિવ

ઇન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા (ICAI)ના રજત જયંતી સમારોહમાં સંબોધિત કરતા ગર્ગે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થા નવી ઉંચાઈએ પહોચવા માટે તૈયાર છે. સાથે સાથે ૨૦૩૦ સુધી ૧૦,૦૦૦ અબજ ડોલર (૬૫૦ લાખ કરોડ રૂપિયા) સાથે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આશંકા છે”.

7691 economy ૨૦૩૦ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલિયન ડોલરની હશે : આર્થિક મામલાઓના સચિવ

તેઓએ વધુમાં કહ્યું, “અર્થવ્યવસ્થાના મોરચે ખુબ સારું કામ થઈ રહ્યું છે અને સારા દિવસો આવવાના છે. દેશની અર્થવ્યવસ્થા ઉંચી ઉડાન ભરવા માટે તૈયાર છે, જ્યાં ભારતીય લોકો ગર્વ કરી શકે છે. આઝાદી પહેલાના ૪૦ વર્ષોમાં દેશની આર્થિક વૃદ્ધિ ૩ થી ૪ ટકા હતું, જે હવે ૭ થી ૮ ટકા રહેવાનું સામાન્ય બની ગયું છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક મામલાઓના સચિવનું નિવેદન એ સમયે આવ્યું છે જયારે હાલમાં ભારતે ફ્રાંસને પછાળીને દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યું છે.

વર્લ્ડ બેન્કના હાલમાં જ આવેલા આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૭માં ભારતની અર્થવ્યવસ્થા ૨૫૯૦ અબજ ડોલર (૧૭૦ લાખ કરોડ રૂપિયા) સાથે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.