Not Set/ ડો.હાથીના અંતિમ સંસ્કારમાં હસતા હતા લોકો, ગુસ્સો જતાવ્યો આ કો–એકટ્રેસે

કવિ કુમાર આઝાદ મૂળ બિહારના હતા અને તેઓ તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલમાં ડો હંસરાજ હાથી નો રોલ નિભાવતા હતા. તે લોકો ને હસાવતા હતા અને હવે એ આપણી સાથે રહ્યા નથી. 9 તારીખે એમણે આપણા વચ્ચે થી વિદાય લીધી. બબીતા નો રોલ કરતી મુનમુન દત્ત, એમણે અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી પણ લોકોના અમુક વ્યવહાર […]

India Trending Entertainment
Heartbreaking Kavi Kumar d ડો.હાથીના અંતિમ સંસ્કારમાં હસતા હતા લોકો, ગુસ્સો જતાવ્યો આ કો–એકટ્રેસે

કવિ કુમાર આઝાદ મૂળ બિહારના હતા અને તેઓ તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલમાં ડો હંસરાજ હાથી નો રોલ નિભાવતા હતા. તે લોકો ને હસાવતા હતા અને હવે એ આપણી સાથે રહ્યા નથી. 9 તારીખે એમણે આપણા વચ્ચે થી વિદાય લીધી.

બબીતા નો રોલ કરતી મુનમુન દત્ત, એમણે અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી પણ લોકોના અમુક વ્યવહાર થી એ ગુસ્સે થઇ હતી અને એ ગુસ્સો એમણે સોશિયલ મીડિયા પર બહાર કાઢ્યો હતો. ડો હાથીના મૃત્યુના સમાચાર બાદ પણ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી જેમાં એમણે કવિ આઝાદને એક સાચા અને ખુશમિજાજ વ્યક્તિ કહ્યા હતા અને એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.

munmun dutta 1964045 835x547 m e1531490697628 ડો.હાથીના અંતિમ સંસ્કારમાં હસતા હતા લોકો, ગુસ્સો જતાવ્યો આ કો–એકટ્રેસે

આ વાત છે હાથીના અંતિમ સંસ્કારની , જ્યાં બબીતાજી ઉર્ફે મુનમુન પણ હાજર હતા. ત્યાં અમુક લોકો સેલ્ફી પાડી રહ્યા હતા. લાઈટ ચહેરા પર મારી રહ્યા હતા. મુનમુન એ પોસ્ટ માં શેર કર્યું છે કે એ પછી આંટી હોય યુવાન હોય કે બીજું કોઈ પણ , પણ આવા સમયે આવું વર્તન કોઈને પણ શોભા આપતું નથી. લોકોમાં જરા પણ રીસ્પેક્ટ નથી. તેઓ આવા સમયે માત્ર સેલેબ્રીટી ને જોવા ને ફોટો પડાવા જ આવે છે. એમણે એમ પણ શેર કર્યું છે કે હું ત્યાં જતી હતી ને સામે અમુક લોકો મારા ચહેરા પર લાઈટ ફેકી રહ્યા હતા એ જોઈ ને હું એમના પર ચિલ્લાઈ પણ ખરા. પરંતુ સામેની બિલ્ડીંગ ના લોકો હસવા લાગ્યા. હું ત્યાં થી જતી રહી વધુ તમાશો થાય એ પહેલા. આ જોઇને એવું લાગે છે કે લોકોમાં જરા પણ રીસ્પેક્ટ રહી નથી.

Actress munmun dutta sexual abuse story e1531490715825 ડો.હાથીના અંતિમ સંસ્કારમાં હસતા હતા લોકો, ગુસ્સો જતાવ્યો આ કો–એકટ્રેસે

ડો હાથી એ 2010માં સર્જરી બાદ 80 કિલો વજન ઉતાર્યું હતું. એમણે આમીર ખાન સાથે બોલીવુડ મુવીમાં પણ કામ કરેલું છે. હાલમાં જ ડો હાથીની 8 વર્ષ પહેલાં સર્જરી કરનાર ડો. મુફી લાકડ્વાલા એ ખુલાસો કર્યો કે, કવિ આઝાદ એટલે પોતાનો વજન ઘટાડવા નહોતા માંગતા કારણકે એમણે લાગતું હતું કે પછી એમને કામ નહિ મળે. એમણે કહ્યું કે 8 વર્ષ પહેલા કવિ કુમાર આઝાદ મારી પાસે આવ્યા ત્યારે એકદમ ખરાબ હાલતમાં આવ્યા હતા.