@ નિકુંજ પટેલ
New Delhi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે સંકળાયેલા માનહાનિ કેસ સંબંધિત એક અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આપ નેતા અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્રારા કરાયેલ આ અરજીમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી રદ્દ કરી દીધી હતી. જોકે, કેજરીવાલ અને સંજય સિંહ પર આરોપ છે કે તેમણે વડાપ્રધાન મોદીની શૈક્ષણિક યોગ્યતા પર ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ તેમની પર આ ગુનાકીય માનહાની કેસ દાખલ કરીને સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. બન્ને નેતાઓએ સમન્સ રદ્દ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે રદ્દ થયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આપના નેતા કેજરીવાલ અને સંજય સિંહ પોતાની અરજીઓના માધ્યમથી ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા દાખલ મામલામાં નીચલી કોર્ટે ઈશ્યુ કરેલા સમન્સ અને ત્યારબાદ આવેલા સત્ર અદાલતના આદેશને પડકાર્યો હતો. ગુજરાતની એક મેટ્રોપોલિટન કોર્ટે પહેલા કેજરીવાલ અને સંજય સિંહને મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધે તેમની કથિત ટિપ્પણી અને અપમાનજનક નિવેદનોને લઈને માનહાની મામલા તરીકે ગણ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પિયુષ પટેલે મોદીની ડ્રિગ્રી સંદર્ભે કથિત ટિપ્પણીઓને લઈને આપના નેતાઓ વિરૂધ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. પટેલ તરફથી દાખલ ફરિયાદમાં આપ નેતાઓ પર પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને વિશ્વવિદ્યાલયને નિશાન બનાવીને કથિતપણે અપમાનજનક નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલ અને સંજય સિંહે આ ટિપ્પણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મુખ્ય સુચના કમિશનરના એ આદેશને રદ્દ કરવાના આદેશ બાદ કરી હતી. જેમાં ગુજરાત વિશ્વવિદ્યાલય (જીયુ) ને વડાપ્રધાન મોદીની ડિગ્રી સંદર્ભે માહિતી પુરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું. ફરિયાદીના કહેવા મુજબ બન્ને નેતાઓએ મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવીને પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર અપમાનજનક નિવેદનો આપયા હતા.
ફરિયાદીના વકીલ અમિત નાયરે અરજીમાં કહ્યું છે કે ગુજરાત વિશ્વવિદ્યાલયને ટાર્ગેટ કરનારી બન્ને નેતાઓની ટિપ્પણીઓ માનહાનિકારક અને સંસ્થાનની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. તેમે ખબર છે કે વડાપ્રધાનની ડિગ્રી પહેલેથી જ વેબસાઈટ પર અપલોડ કરાયેલી છે.
તેમ છત્તા બન્ને નેતાઓ કહી રહ્યા છે કે ડિગ્રી ન બતાવીને યુનિવર્સિટી સત્ય છુપાવી રહી છે, પરંતુ એવું કંઈ નથી. ગુજરાત વિશ્વવિદ્યાલયની સ્થાપના 70 વર્ષથી પણ પહેલાથી થયેલી છે. આ વિદ્યાલય લોકો વચ્ચે પ્રતિષ્ઠિત છે અને આરોપીના નિવેદનથી વિશ્વવિદ્યાલય માટે અવિશ્વાસ પેદા થવાનો ખતરો છે.
આ પણ વાંચોઃ Gandhi Ashram/ PM મોદી સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે
આ પણ વાંચોઃ