Stock Market/ શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ 71,770 અને નિફ્ટી 21,653 ના સ્તર પર ખુલ્યો

શેરબજારની ધમાકેદાર શરૂઆત. ઓપનિંગ સમયે, સેન્સેક્સના 30માંથી માત્ર એક સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સના બાકીના 29 શેરો વધી રહ્યા છે.

Top Stories Business

ભારતીય શેરબજાર આજે ધમાકેદારા શરૂઆત થઈ ગઈ છે. બજારમાં ગઈકાલ સાંજે ઘટાડો જોવા મળ્યો હતો. છતાં આજે આરંભના સમયે બજારનું શાનદાર ઓપનિંગ જોવા મળ્યું. શેરબજારની શરૂઆત પહેલા જ બીએસઈ સેન્સેક્સ 326.72 પોઈન્ટના ઉછાળા સાથે 71681 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 142.50 પોઈન્ટના ઉછાળા સાથે 21655 પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલતી વખતે વધતા શેરની સંખ્યા 2200 શેર હતી અને ઘટતા શેરની સંખ્યા માત્ર 200 હતી.

બીએસઈનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 415.69 પોઈન્ટ અથવા 0.58 ટકાના વધારા સાથે 71,770 પર ખુલ્યો. તે જ સમયે, એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 140.60 પોઈન્ટ અથવા 0.65 ટકાના જંગી વધારા સાથે 21,653 ના સ્તર પર ખુલ્યો હતો.

સોમવારે સ્થાનિક શેરબજારના ઘટાડાએ બધાને ચોંકાવી દીધા હતા અને તે મહત્વપૂર્ણ સ્તરોથી નીચે આવી ગયું હતું. NSEનો નિફ્ટી 197.80 પોઈન્ટ અથવા 0.91 ટકાના ઘટાડા બાદ 21,513 પર ટ્રેડ બંધ થયો હતો. BSE સેન્સેક્સ 670.93 પોઈન્ટ અથવા 0.93 ટકાના જંગી ઘટાડા સાથે 71,355 ના સ્તર પર બંધ થયો.

ઓપનિંગ સમયે, સેન્સેક્સના 30માંથી માત્ર એક સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે પાવર ગ્રીડનો છે. સેન્સેક્સના બાકીના 29 શેરો વધી રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં આઇટી શેરોનું વર્ચસ્વ છે અને ટોચના 6 શેરોમાંથી 5 આઇટી સેક્ટરના છે. વિપ્રોને સેન્સેક્સના ટોપ ગેનર તરીકે પણ જોવામાં આવ્યા હતા.

નિફ્ટીના 50માંથી 48 શેરોમાં જોરદાર ઉછાળો છે અને માત્ર 2 શેરોમાં ઘટાડો છે. બાયબેકના સમાચાર પછી, બજાજ ઓટોનો શેર 2.81 ટકા વધીને નિફ્ટીમાં ટોપ ગેનર છે. અહીં પણ વિપ્રો ટોપ ગેઇનર્સમાં છે અને તે 1.80 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો છે.

આજે વર્ષનો પ્રથમ IPO 9 જાન્યુઆરી, મંગળવારે ખુલવા જઈ રહ્યો છે. સંરક્ષણ, મેડિકલ અને એરોસ્પેસ વગેરે માટે કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) નું ઉત્પાદન કરતી કંપની જ્યોતિ CNC ઓટોમેશનનો IPO આજે ખુલી રહ્યો છે. આ IPO દ્વારા કંપની કુલ રૂ. 1,000 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. જે લોકો આઈપીઓમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે તેમના માટે આજે સુવર્ણ તક છે.