Ahmedabad News/ ઓસ્ટ્રેલિયામાં પતિ અને સાસુ-સસરાનો ત્રાસ, 23 વર્ષીય વહુને ભારત લાવી પિયર મોકલી દીધી

Australia Marriage Harassment: ઓસ્ટ્રેલિયા ગયેલી અમદાવાદની 23 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુ-સસરા સામે દહેજ અને ઘરકામના નામે ત્રાસ આપ્યાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Top Stories Ahmedabad Gujarat
Australia Marriage Harassment: ઓસ્ટ્રેલિયામાં પરિણીતાને ઘરકામ માટે મેડ કહી ત્રાસ આપ્યાનો આરોપ, અમદાવાદમાં ફરિયાદ

Ahmedabad News: અમદાવાદમાં લગ્ન બાદ પતિ સાથે ઓસ્ટ્રેલિયા ગયેલી 23 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસુ-સસરા સામે શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ (Australia Marriage Harassment) નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે સાસરિયાઓએ તેને ઘરકામ કરવા માટે જ ઓસ્ટ્રેલિયા લાવ્યા હોવાનું કહી અપમાનિત કરી હતી. ત્યારબાદ ભારત ટૂરના બહાને પરત લાવી તેને પિયર મોકલી દીધી હતી. એટલું જ નહીં, તેના ઓસ્ટ્રેલિયાના વિઝા પણ રદ કરાવી દેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

Australia Marriage Harassment: લગ્ન બાદ ઓસ્ટ્રેલિયામાં ત્રાસ આપ્યાનો આરોપ

ફરિયાદ મુજબ, યુવતીની 26 જાન્યુઆરી 2025ના રોજ કરણ સાથે સગાઈ થઈ હતી. ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે 4 ફેબ્રુઆરી 2025ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ 5 ડિસેમ્બર 2025ના રોજ સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન પછી યુવતી કરિયાવર સાથે સાસરિયાના ઘરે રહેવા ગઈ હતી.

2 જાન્યુઆરી 2026ના રોજ તે પતિ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. થોડા દિવસ બાદ સાસુએ ઘરકામ બાબતે તેને હેરાન કરવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે. પતિએ પણ ઝઘડા દરમિયાન તેને કહ્યું હતું કે, તેને ઘરનું કામ કરાવવા માટે લાવવામાં આવી છે અને તે ઘરની મેડ છે. આ ઉપરાંત દહેજ અને સંસ્કાર બાબતે મેણાં મારવામાં આવતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ (Dowry Harassment Case) છે.

યુવતીના જણાવ્યા મુજબ, પતિ દારૂ પીને મોડો ઘરે આવતો હતો. આ અંગે પૂછતાં તેણે ઝઘડો કરી યુવતીને લાફો માર્યો હતો. આશરે એક મહિના બાદ ઓસ્ટ્રેલિયા પહોંચેલા સસરાને આ અંગે જાણ કરતાં તેમણે પણ પુત્ર અને પત્નીનો પક્ષ લીધો હતો. સસરાએ પણ ઘરકામ કરવા માટે જ તેને ઓસ્ટ્રેલિયા લાવવામાં આવી હોવાનું કહી એ જ રીતે રહેવા જણાવ્યું હોવાનો આક્ષેપ છે.

ભારત પરત લાવ્યા બાદ પિયર મોકલી દીધી

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, 2 ઓક્ટોબર 2026થી શરૂ થયેલી કલકત્તા, મસૂરી અને હરિદ્વારની ટૂર દરમિયાન પણ પતિ અને સાસુ-સસરાએ તેને માનસિક ત્રાસ આપ્યો હતો. મસૂરીમાં અલગ રૂમની માંગણી કરતાં તેની સાથે ઝઘડો કરવામાં આવ્યો (In-Laws Harassment) હતો અને ત્યાંથી જ પિયર જવા કહી દેવાયું હતું.

15 ઓક્ટોબરે અમદાવાદ પહોંચ્યા બાદ સસરાએ યુવતીના પિતાને નવરંગપુરા બોલાવ્યા હતા. ત્યાં તેમણે પોતાની દીકરીને ઘરે લઈ જવા સ્પષ્ટ કહી દીધું હતું અને તેને સાયન્સ સિટીના ઘરે લઈ જવાની ના પાડી હતી. યુવતીના માતા-પિતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં સાસરિયાઓ સાથે વિવાદ થતાં યુવતીને વેજલપુર સ્થિત પિતાના ઘરે જવું પડ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના વિઝા પણ રદ કરાવ્યાનો આક્ષેપ

યુવતીના જણાવ્યા મુજબ, તે જ દિવસે તેને ફેમિલી વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને પતિએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ 30 ઓક્ટોબરના રોજ એજન્ટ મારફતે ઈમેલ મળ્યો હતો કે તેના ઓસ્ટ્રેલિયાના વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા (Visa Cancellation Allegation) છે.

ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે પતિ અને સાસુ-સસરા તેને ફરી ઓસ્ટ્રેલિયા લઈ જવા માગતા નથી. હાલ ત્રણેય સાસરિયાઓ મુંબઈ રહેવા જતા રહ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે યુવતીએ પતિ કરણ, સસરા ભરતભાઈ અને સાસુ ફાલ્ગુનીબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: ડૉક્ટરની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી! સંબંધ તૂટતાં ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી માર માર્યો

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રેમ સમસ્યાના ઉકેલ માટે ગયેલી યુવતીને બ્લેકમેલ કરી 42 લાખ પડાવ્યા

આ પણ વાંચો: નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ