Palanpur Ward 1 Election Drama: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પાલનપુરના રાજકારણમાં ભયાનક ગરમાવો જોવા મળ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં. 1 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતીબેન ઠાકોર જ્યારે ફોર્મ પરત ખેંચવા માટે ચૂંટણી કચેરીએ પહોંચ્યા, ત્યારે દ્રશ્યો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. કોંગ્રેસના આ મહિલા ઉમેદવાર ભાજપના નેતાઓ અને કાર્યકરોની કડક ‘સુરક્ષા’ અને પહેરા વચ્ચે કચેરીએ પહોંચતા જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના સુપડા સાફ કરવાનો ભાજપનો ખેલ?
વોર્ડ નં. 1 માં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર તરીકે આરતીબેન ઠાકોરની ગણના થતી હતી. પરંતુ છેલ્લી ઘડીએ જે રીતે તેઓ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા, તે જોતા રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભાજપે અહીં ‘ઓપરેશન લોટસ’ સફળ બનાવ્યું છે.
Palanpur : રાજકીય ગરમાવો ચરમસીમાએ
પાલનપુરની આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે જે રીતે ઉમેદવારો એક પક્ષમાંથી બીજા પક્ષના શરણે જઈ રહ્યા છે, તેનાથી મતદારોમાં પણ ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. આરતીબેન ઠાકોરનું ફોર્મ ખેંચાયા બાદ હવે વોર્ડ નં. 1 માં સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.
આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવારનો ધમકી-હેરાનગતિનો દાવો
આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે
